A herd of donkeys will be sent to his house if Kovid violates the guideline
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • જાંબાળ ગામમાં નવતર પ્રયોગ: કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરશે તેના ઘેર ગદર્ભનું ટોળુ મોકલાશે

જાંબાળ ગામમાં નવતર પ્રયોગ: કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરશે તેના ઘેર ગદર્ભનું ટોળુ મોકલાશે

 | 8:05 am IST
  • Share

  • ગ્રામ પંચાયતના સરપંચનો નવતર પ્રયોગ

અમરેલી જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે લોકો સરકારની ગાઈડલાઈનને અનુસરે તે માટે સાવરકુંડલા તાલુકાના જાંબાળ ગામના સરપંચે નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

ઢોલ વગાડી કોવિડની ગાઈડલાઈનને અનુરસવા અપીલ કરી છે. જો કોઈ નિયમ તોડશે તો તેના ઘરે ગદર્ભનુ ટોળુ મોકલી એક હજાર રૂપિયાનો દંડ ગ્રામ પંચાયત દ્વારા કરવામા આવશે.

સાવરકુંડલાના જાંબાળ ગ્રામ પંચાયતના સરપંચ ભુપેન્દ્રભાઈ ખુમાણે જણાવ્યુ હતુ કે હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે. ગામમા કોવિડની ગાઈડલાઈનનો અમલ થાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા પગલા લેવામા આવી રહ્યા છે.

સરપંચ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામા આવ્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે ગાઈડલાઈનનો ભંગ કરનાર વ્યકિતના ઘરે ગદર્ભનુ ટોળુ મોકલાશે. અને ગ્રામ પંચાયત દ્વારા એક હજાર રૂપિયાનો દંડ કરવામા આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન