A herd of elephants overturned cars at NH 121 in uttrakhand
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: હાથીના કાફલાએ હાઈવે પર મચાવી ધમાલ, કાર પર કર્યો ખતરનાક હુમલો

VIDEO: હાથીના કાફલાએ હાઈવે પર મચાવી ધમાલ, કાર પર કર્યો ખતરનાક હુમલો

 | 2:31 pm IST

એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને સૌ કોઈ હેરાન રહી જાય એવો છે. આ વીડિયોમાં હાથીનો કાફલો એક કાર પર હમલો કરે છે. જો કે કારમાં કોઈ સવાર ન હતું એટલે કોઈ માણસોને નુકસાની નથી થઈ.

26 જૂને બપોરે 3 વાગ્યે ઉતરાખંડના રામનગરમાં ભક્રકોટ વિસ્તારમાં એન.એચ. 121 ખાતે હાથીઓના ટોળાએ કારને ઉથલાવી દીધી હતી. સદભાગ્યે કારની અંદર કોઈ પ્રવાસી નહોતા. કારણ કે પ્રવાસીઓએ તેમની કાર રોડ પર પાર્ક કરી હતી અને નજીકના રિસોર્ટમાં જતા રહ્યા હતા. અચાનક હાથીનો કાફલો દોડતો દોડતો આવ્યો અને કારને લાત મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ હાથીઓનો કાફલો જંગલની અંદર તરફ રવાનાં થયો હતો. તો જુઓ આ હાથીઓનો રોષભર્યો વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન