A House in Keharpur Village of Bairia Tehsil Collapses
  • Home
  • Featured
  • જોત જોતામાં ધરાશાયી થઈ ગયું મકાન, વિડીયો જોઇ નહીં આવે આંખો પર વિશ્વાસ

જોત જોતામાં ધરાશાયી થઈ ગયું મકાન, વિડીયો જોઇ નહીં આવે આંખો પર વિશ્વાસ

 | 10:47 pm IST

આ વિડીયોને શરૂઆતમાં જોઇને કદાચ તમને એવું લાગશે કે આને શૂટ કરવામાં કદાચ કેમેરો હલી ગયો હશે અથવા થોડોક ભૂંકપ આવ્યો હશે, પરંતુ જોત જોતામાં એક એવી ઘટના નજર સામે સર્જાય છે જે જોઇને આંખો પર વિશ્વાસ નહીં આવે. થોડીક જ વારમાં ઘર જમીનદોસ્ત થઇ જાય છે. જો કે આ ઘર જુનું છે અને તેમાં બારી દરવાજા પણ નથી લાગેલા.

આ વિડીયો ઉત્તર પ્રદેશનાં બલિયાનાં બૈરિયા તાલુકાનાં કેહારપુર ગામનો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી અહીં ભારે વરસાદ પડી રહ્યો છે અને આના કારણે ગંગા નદીનાં કિનારે બનેલું આ ઘર ધ્વસ્ત થઇ જાય છે. સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાન-માલની હાનિ થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન