A Kolkata confectionery seller selling sweets that look like the Corona virus
  • Home
  • Business
  • મહામારી વચ્ચે પણ લોકો ઝાપટી રહ્યા છે કોરોના વાયરસ, લાગી લાંબી લાઇનો

મહામારી વચ્ચે પણ લોકો ઝાપટી રહ્યા છે કોરોના વાયરસ, લાગી લાંબી લાઇનો

 | 5:12 pm IST

બંગાળના લોકોને મિઠાઇથી ખુબ જ પ્રેમ છે. આ વાત સંપૂર્ણ દુનિયા જાણે છે પરંતુ આ ખબરને વાંચ્યા બાદ જેમણે ખબર નથી તેમણે પણ વિશ્વાસ થઇ જશે. એક બાજૂ જ્યાં સમગ્ર દેશ કોરોના વાયરસ મહામારીથી ડરેલ છે. ત્યાં જ કોલકાતાના એક મિઠાઇના દુકાનદાર કોરોના વાયરસની માફક દેખાતી મિઠાઇ વેચી રહ્યા છે.

બંગાળની રહેવાસી એકયુવતીએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ફોટો શેર કરી છે. આ ફોટોને શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું કે, કોઇ પોતાના બાળકનું નામ કોરોના અને કોવિડ રાખી રહ્યું છે તો ત્યાં જ બંગાળના આ મિઠાઇના દુકાનદાર કોરોના વાયરસની માફક દેખાતી મિઠાઇને બનાવીને વેચી રહ્યા છે. ફોટો શેર થતા જ ગણા લોકોએ મિઠાઇની તસવીર પર પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નોંધનિય છે કે, પશ્ચિમ બંગાળ સરકારે ગત અઠવાડિયે કહ્યું હતું કે, કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા સંપૂર્ણ દેશમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે, અને આ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું પાલન કરતા દુકાનો માત્ર ચાર કલાકો સુધી ખુલ્લી રહેશે.

તમને જણાવીએ કે, પશ્ચિમ બંગાળ મિષ્ઠાન વ્યવસાયી સમિતિ સહિત ગણા સંગઠનોએ દૂધની બરબાદી થવા પર બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીથી અપીલ કરી હતી કે, તેમને કેટલાક સમય માટે મિઠાઇની દુકોને ખોલવા માટે છૂટ મળે. આ પછી સરકારે રાહત આપતા કેટલી શરતોનો આધિન દરરોજ 4 કલાક માટે મિઠાઇની દુકોના ખોલવાની અનુમતિ આપી હતી.

આ વીડિયો પણ જુઓ : સુરત જીલ્લામાં સુગર મીલોની હાલત કફોડી થઇ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન