A Little Girl Hanging on the Back of Praying Father, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • નમાઝ અદા કરી રહેલા પિતા અને માસૂમ બાળકીનો આ Video તમને પણ કરી દેશે ગદગદ

નમાઝ અદા કરી રહેલા પિતા અને માસૂમ બાળકીનો આ Video તમને પણ કરી દેશે ગદગદ

 | 4:38 pm IST

નાના બાળકો ભગવાનનું રૂપ હોય છે. એમ માનવામાં આવે છે. નાના બાળકો સરખી રીતે બોલી નથી શકતા પરંતુ મનની ભાવનાને રડીને, હસીને અને અલગ-અલગ પ્રકારની પ્રવૃત્તિથી વ્યક્ત કરે છે. આ નાના ભૂલકાંઓ જ્યાં હોય છે ત્યાં ઘણી વખત ખુશીનો માહોલ બની જાય છે. નાના બાળકોની ચળવળ નજીકના લોકોનું મન જીતી લે છે. હવે એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. જેમાં એક ક્યૂટ નાની બાળકી નમાઝ દરમિયાન તેના પિતાની પીઠ પર ચઢી જાય છે. આ વીડિયો કાશ્મીરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મસ્જિદમાં ઘણા લોકો નમાઝ અદા કરી રહ્યા છે. ત્યારે એક માસૂમ બાળકી ત્યાં આવે છે અને તેના પિતાની પીઠ પર ચઢી જાય છે. ત્યાર બાદ બાળકી ઝૂલા ઝૂલવા લાગે છે. અંતમાં બાળકી નીચે પડી જાય છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વીડિયો શ્રીનગરની ઐતિહાસિક જામિયા મસ્જિદનો છે. લોકો આ વીડિયોમાં ક્યૂટ બાળકીના ભોળપણને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ કરી પોતાની ખુશી જાહેર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન