Premiere's Love With Lover's Husband Plays Death in surat
  • Home
  • Gujarat
  • પ્રેમ પ્રકરણનો આવ્યો કરુણ અંજામ, પ્રેમીકાના પતિ સાથે પ્રેમીએ ખેલ્યો મોતનો ખેલ

પ્રેમ પ્રકરણનો આવ્યો કરુણ અંજામ, પ્રેમીકાના પતિ સાથે પ્રેમીએ ખેલ્યો મોતનો ખેલ

 | 9:03 pm IST

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સેવણી ગામની સિમમાં હત્યા કરેલ ઈસમની હત્યાનો ભેદ ઉકેલાયો છે. હત્યારા હરેશ અસોદરીયા નામના ઈસમની જિલ્લા એલ.સી.બીએ ધરપકડ કરી છે. મૃતક પાસે પૈસાની લેતી દેતી તેમજ આરોપીના મૃતકની પત્ની સાથે પ્રેમ સંબંધ હતા.જેમાં હત્યા કર્યાની કબૂલાત કરી છે.

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં હત્યાનો સીલ સીલો યથાવત રહ્યો હતો. ગત તારીખ બીજી સપ્ટેમ્બરના રોજ કામરેજ તાલુકાના સેવણી ગામે શેરડીના ખેતરમાંથી એક ઈસમનો હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો. કામરેજ પોલીસ તેમજ જિલ્લા એલ.સી.બીએ તપાસનો ધમધમાટ શરૂ કરતા મૃતદેહ સુરતના પાસોદરા વિસ્તારનો રહેવાસી હરેશ વસોયા નામનો ઈસમનો હોવાનું બહાર આવ્યું હતું.જેથી પોલીસે પ્રાથમિક તબક્કે મૃતકના પત્નીને બોલાવી પૂછપરછ કરતા મૃતદેહ ઓળખી બતાવ્યો હતો.

એલ.સી.બીએ મૃતકની પત્નીની પૂછપરછ કરતા મૃતક હરીશ વસોયા છેલ્લે તેના મિત્ર હરીશ આસોદરીયા સાથે પોતાની ઇકો કારમાં કામરેજ તરફ જવા નીકળ્યા હતો અને કામરેજના સેવી ગામે આવી બંનેએ પેહલા નશો કર્યો હતો. અને બાદમાં હરીશ આસોદરીયાએ વસોયાની ગળું દબાવી હત્યા કરી હતી. અને કારણ પણ એજ કે મૃતક પાસે હત્યારા હરીશએ 55 હજાર રૂપિયા લેવાના હતા.તેમજ આરોપીએ મૃતકને સોનાની બિસ્કિટ પણ અપાવવાની લાલચ આપી હતી.જેથી વસોયાની હત્યા કરી સોનુ અપાવવાના બહાને લીધેલ ચાર લાખ 9૦ હજાર પણ લઇ ભાગી ગયો હતો.

બંને સાથે નીકળી ગયા બાદ હરેશ વસોયાની હરેશ અસોદરીયાએ હત્યા કરી હતી અને બાદમાં હરેશ વસોયાની પત્ની આગળ આવી તેના પતિની હત્યા કર્યાનું પણ કાબુલી લીધું હતું. તેમજ કોઈ ને કહી દેશે તો તેને પણ મારવાની ધમકી આપી હતી. જેથી તેને પોલીસ સમક્ષ પણ આખી ઘટના છુપાવી હતી.

સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત તો એ હતી કે મૃતકની પત્નીના હત્યારા હરેશ આસોદરીયા સાથે પ્રેમ સંબંધ પણ હતા. હાલ હરેશ આસોદરીયા તો જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. તેમજ એલ.સી.બી.એ પણ ગુનામાં વપરાયેલ ઇકો કાર તેમજ ત્રણ લાખ 9૦ હજારનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.