A Mad Lover Fires the Society to meet her Sweetheart at Bharuch in Gujarat
  • Home
  • Gujarat
  • પાગલ પ્રેમીએ પ્રેમીકાને પામવા સોસાયટીમાં લગાવી આગ, 6 જેટલી બાઈકો બળીને ભસ્મી ભૂત

પાગલ પ્રેમીએ પ્રેમીકાને પામવા સોસાયટીમાં લગાવી આગ, 6 જેટલી બાઈકો બળીને ભસ્મી ભૂત

 | 3:30 pm IST

ભરૂચના અંકલેશ્વર ખાતે એક સોસાયટીમાં સતત બે દિવસ આગચંપીના બનાવ બન્યો છે. આ આગચંપી બીજુ કોઈ નહિ પરંતુ એક પાગલ પ્રેમી દ્વારા કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ભડકોદ્રા ગામની એક સોસાયટીમાં સતત બે દિવસ સુધી રહસ્યમય સંજોગોમાં આગચંપીના બનાવો બનતા હતા.

પહેલા દિવસે કોઈ ટીખળખોરે બાઇકોને આગ લગાડી જેમાં 6 જેટલી બાઈકો બળીને ભસ્મી ભૂત થઇ ગઈ. તો બીજા દિવસે એક મકાનના દરવાજાની બહારથી દારૂગોળા જેવો વિસ્ફોટક પદાર્થ લગાડી આગ લગાડવાનો પ્રયાસ કરાયો હતો.

સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ડરતા ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી. જેમાં એક પાગલ પ્રેમી પોતાની પ્રેમિકાને પામવા આ ટીકળ કરી હોવાનું બહાર આવ્યું હતું.

જયદેવ નકુમ નામનો યુવાન ભડકોદ્રાની મંગલમ સોસાયટીમાં રહેતી એક યુવતીના પ્રેમમાં હતો. જો કે યુવતી તેને ભાવ આપતી ન હતી અને તેથી આ યુવકે તેણીના પરિવારજનોને હેરાન કરવાનું શરુ કર્યું હતુ.

તેના ભાગરૂપે સતત બે દિવસ સુધી તેના ઘરની બહાર આગચંપી કરી હતી. જો કે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી યુવકને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન