A Man Arrested From Delhi By Gujarati ATS In 4 Murder Case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મહેસાણાના કડીમાં 16 વર્ષ પહેલા થયેલી 4 હત્યાનો ભેદ ઉકેલાયો, સામે આવી ચોંકાવનારી વિગતો

મહેસાણાના કડીમાં 16 વર્ષ પહેલા થયેલી 4 હત્યાનો ભેદ ઉકેલાયો, સામે આવી ચોંકાવનારી વિગતો

 | 6:13 pm IST
  • Share

ગુજરાતના મહેસાણાના કડીમાં 16 વર્ષ પહેલાં થયેલ 4 હત્યાના મામલે ગુજરાત ATSએ દિલ્હીથી એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીએ મંદિરમાં લૂંટ કરી હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. ATSની ઝપેટમાં આવેલા આ આરોપીનું નામ ગોવિંદ સિંહ યાદવ છે. તે પોતાના ખોટા કામની જેમ નામ પણ બદલી નાખતો હતો. આરોપી ક્યારેક મહેન્દ્ર સિંહ તો ક્યારે રોહિત નામ લોકોને જણાવતો હતો.

10 લાખની લૂંટ કરીને ફરાર થયો હતો

આરોપી ગોવિંદ સિંહ ઉપર આરોપ છે કે તેણે વર્ષ 2004માં કડીમાં આવેલ ઉટવા ગામની સિમમાં આવેલા મહાકાળી મંદિરમાં NRI ટ્રસ્ટી, સાધ્વી અને 2 સેવકની ગળું કાપી હત્યા કરી હતી અને 10 લાખના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ગુજરાત છોડી ભાગી ગયો હતો અને તેના રૂમમાંથી હત્યા માટે વપરાયેલું હથિયાર એવુ ધારીયું પણ મળી આવ્યું હતુ. આરોપીને પકડવા જેતે સમયે સરકારે 51 હજારનું ઇનામ પણ જાહેર કર્યુ હતુ.

16 વર્ષ પછી મળી પોલીસને માહિતી

બનાવના 16 વર્ષ બાદ પોલીસને માહિતી મળી હતી કે આરોપી દિલ્હીમાં વેશ બદલીને રહે છે અને કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. તેની પત્ની ચાની દુકાન ચલાવે છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી 2004 માં ગુજરાતમાં આવ્યા પછી પહેલા વડોદરામાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો અને ત્યારબાદ કડીમાં અલગ અલગ કંપનીમાં કામ કરતો હતો.

મધ્ય પ્રદેશમાં પણ 2 ગુનાઓમાં સંડોવણી

આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ રાજસ્થાન, ઝાંસીના અલગ અલગ જગ્યાએ રોકાયા બાદ દિલ્હીમાં રહેવા લાગ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મંદિરના ટ્રસ્ટી ચીમન ભાઈ પટેલ પોતાની પુત્રવધુ સાથે બનાવના 6 મહિના પહેલા જ અમેરિકાથી ભારતમાં આવ્યા હતા અને મંદિરમાં તેમની હત્યા થઈ હતી. નોંધનીય છે કે આરોપી સામે mpમાં પણ 2 ગુનાઓ દાખલ છે, ત્યારે આ ઘટના બાદ તેણે અન્ય કોઈ બનાવને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સાથે સાથે આરોપીએ પહેલી પત્નીના મૃત્યુ બાદ અન્ય બે મહિલાઓ સાથે સંબંધ રાખ્યા હતા, જેથી આ મહિલાઓનો ગુનામા કોઈ રોલ છે કે કેમ તેની તપાસ પોલીસ ચલાવી રહી છે.

આ વિડીયો પણ જુઓ: સુરત-ભારે વરસાદથી હાલાકી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન