A Man arrested who viral CM Rupani Car Photo on Social Media
  • Home
  • Ahmedabad
  • CM રૂપાણીના નામે ગાડીનો ફોટો વાયરલ, એક શખ્સની થઈ ધરપકડ

CM રૂપાણીના નામે ગાડીનો ફોટો વાયરલ, એક શખ્સની થઈ ધરપકડ

 | 2:53 pm IST

તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્કોર્પિયો ગાડીની તસવીર સાથે ગાડીનો વીમો ન હોવાની એક તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોના અમીલકરણ બાદ મોટાભાગે લોકોમાં રોષ દેખાઈ રહ્યો છે. જ્યારે આ પરિસ્થિતિઓ વચ્ચે સીએમ રૂપાણીની આ કારની તસવીર વહેતી થઈ છે.

ખોટી માહિતી પ્રસારિત થઈ હોવાના કારણે હવે અમદવાદા ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સની ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યના સીએમ રૂપાણીની ગાડીનો વીમો નથી અને પી.યુ.સી પણ નથી. શખ્તે GJ18G9085 નંબરની ગાડીનો ફોટો વાયરલ કર્યો હતો. ત્યારે હવે ક્રાઈમ બ્રાંચે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.



પત્રકાર પરિષદને સંબોધતા રાજ્યના વાહન વ્યવહાર મંત્રી RC ફળદુએ જણાવ્યું હતું કે,”સીએમ તરફથી ઉપયોગમાં લેવામાં આવતી બંન્ને કારો GJ18G9085 અને GJ18G9086 DGP અને IGP ભવનના નામે નોંધાયેલા છે. બંન્ને વાહનોના રજીસ્ટ્રેશનની સમય મર્યાદા 15 વર્ષ સુધી છે. આથી તેમની સમયમર્યાદા અંગે કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. 2029 સુધીની બંને વાહનોની વેલિડિટી છે. ઉપરાંત નેશનલ ઇન્શ્યોરન્સ કંપની મારફતે 31 ડિસેમ્બર 2019 સુધીનો બંને વાહનોનો વીમો લેવામાં આવ્યો છે. સીએમના કાફલાના તમામ વાહનોનાં PUC સર્ટિફિકેટની મુદત 30 સપ્ટેમ્બર 2019 સુધીની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન