A man attempts to steal a 4-year-old child while she was sleeping
  • Home
  • Videos
  • Featured Videos
  • બહાર સૂતા લોકો સાવધાન! બાળકોની ચોરી કરતા શખ્સનો લાઈવ શોકિંગ VIDEO આવ્યો સામે

બહાર સૂતા લોકો સાવધાન! બાળકોની ચોરી કરતા શખ્સનો લાઈવ શોકિંગ VIDEO આવ્યો સામે

 | 4:08 pm IST

એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે કે જે લોકોને સાવધાન કરી રહ્યો છે. આ વીડિયોમાં એક માણસ રાત્રે બાળકીની ચોરી કરવા આવે છે અને ઝડપાઈ જાય છે. પરિવારના લોકો મોકા પર જાગી જાય છે અને માસુમ બાળકીને બચાવી લે છે. પંજાબ શહેરથી આ વીડિયો સામે આવ્યો છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

પરિવારના સભ્યો સાથે લુધિયાણાના ઋષિ નગર વિસ્તારમાં ઘરની બહાર 4 વર્ષની છોકરી સૂતી હતી ત્યારે એક વ્યક્તિ આ બાળકીની ચોરી કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ત્યારે જ તેની માતા સાથે પરિવારજનો જાગી જાય છે અને બાળકીને બચાવી લે છે. ચોરના આ પ્રયાસને પરિવારનાં લોકોએ નિષ્ફળ બનાવ્યો હતો. હાલમાં માહિતી મળી છે કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ વીડિયો જોઈને લોકો કોમેન્ટોમો મારો કરી રહ્યા છે અને આરોપી વિશે મનફાવે તેવા શબ્દો વાપરી રહ્યા છે. પરિવારને આશીર્વાદ આપી રહ્યા છે કે સારૂ થયું છોકરૂ બચી ગયું. તો જુઓ આ ચોરીનો શોકિંગ લાઈવ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન