A Man did this Painting on a Public Wall with Mud and Grass
  • Home
  • Videos
  • Featured Videos
  • દિવાલ પર કાદવ અને ઘાસથી કર્યું અદ્ભૂત પેઇન્ટિંગ, જોવા ઉમટી લોકોની ભીડ…Video

દિવાલ પર કાદવ અને ઘાસથી કર્યું અદ્ભૂત પેઇન્ટિંગ, જોવા ઉમટી લોકોની ભીડ…Video

 | 3:14 pm IST

સોશિયલ મીડિયા પર સતત ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. પરંતુ ક્યારે એવા વીડિયો વાયરલ થયા છે. જે જોઈ લોકો આશ્ચર્ય પામે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો તેમની અદ્ભૂત કળાનું પ્રદર્શન કરે છે. જે જોનારાઓને પ્રભાવિત કરે છે. ત્યારે હવે એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક શખ્સ શાનદાર વોલ પેઇન્ટિંગ કરતા દેખાઈ રહ્યો છે. અને તેની આ જબરદસ્ત કળાને જોવા ત્યાં લોકોની ભીડ ઉમટી પડે છે. જોકે આ વીડિયો 2017નો છે પરંતુ હવે ફરીથી આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ વીડિયો કેરળનો માનવામાં આવી રહ્યો છે. જ્યારે વોલ પેઇન્ટિંગ કરતો આ શખ્સ કોણ છે અને આ જગ્યા કઈ છે તે વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. રિપોર્ટ પ્રમાણે જાહેર દિવાલ પર પેઇન્ટિંગ કરતો આ શખ્સ કાદવ અને ઘાસના માધ્યમથી શાનદાર પેઇન્ટિંગ કરે છે. પેઇન્ટિંગ કરતા દરમિયાન આ શખ્સ તેની અદ્ભૂત કળાનું પ્રદર્શન કરી દિવાલ પર ખૂબજ સુંદર ચિત્રકામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન