A Man help to sloth to cross road, Video goes Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • પશુ પ્રેમના આ વાયરલ Video એ જીત્યા લાખો લોકોના દિલ, તમારા હૃદયને પણ સ્પર્શી જશે

પશુ પ્રેમના આ વાયરલ Video એ જીત્યા લાખો લોકોના દિલ, તમારા હૃદયને પણ સ્પર્શી જશે

 | 11:37 pm IST

કહેવાય છે કે કોઈની મદદ કરવી એ સૌથી મોટું માનવીય ધર્મ છે અને કોઈને મુશ્કેલીમાં મદદ કરીએ તો પછી મદદ કરનાર શખ્સ એવા વ્યક્તિ માટે એન્જલ્સથી કમ હોતો નથી. એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સે ઝાડ પર રહેતા જીવ સ્લોથને સડક પાર કરવામાં મદદ કરી.

આ વાયરલ વીડિયોને લોકો ખૂબજ પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. આ વીડિયોમાં દેખાય છે કે સ્લોથ હાઇવેને પાર કરવાની કોશિશ કરે છે. પરંતુ ત્યાંથી પસાર થતી ઝડપી ગાડીઓના કારણે તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આપને જણાવી દઈએ કે સ્લોથ અન્ય જીવોની જેમ ચપળ હોતા નથી. તેઓ પોતીની ધીમી ગતિના કારણે જ જાણીતા છે. આ મોટા ભાગે દક્ષિણ અને મધ્ય અમેરિકામાં જોવા મળે છે.

વીડિયોમાં રોડ ક્રોસ કરવાની કોશિશ કરતા સ્લોથને એક વ્યક્તિ ઉંચકીને રોડ ક્રોસ કરી નજીકના ઝાડ પર ચઢાવે છે. ત્યાર બાદ સ્લોથ પણ પોતાના હાવભાવથી એ શખ્સનો આભાર માનતો હોય એમ દેખાય છે. આ વીડિયો એ સોશિયલ મીડિયા પર લાખો લોકોના દિલ જીતી લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન