A Man Hugging an Kissing pride of lions goes viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • જેની ગર્જનાથી આખી દુનિયા થથરે એવા સિંહ, સિંહણ સાથે આ ભાઈ કરે છે મસ્તી, Video જોઈ હૈયું કાપી જશે

જેની ગર્જનાથી આખી દુનિયા થથરે એવા સિંહ, સિંહણ સાથે આ ભાઈ કરે છે મસ્તી, Video જોઈ હૈયું કાપી જશે

 | 6:18 pm IST

તમે ટાર્ઝનવાળી વાર્તા તો સાંભળી હશે ને!!! જેમાં એક માણસ સિંહ, સિંહણ અને તેના બચ્ચાઓ સહિત આખા જંગલના અન્ય પ્રાણીઓ સાથે મિત્રતા કરે છે. જો કે, તે ફક્ત કાલ્પનિક વાર્તા છે. પરંતુ હાલ ટ્વિટર પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈ તમને ટાર્ઝનની કહાની પણ સાચી અને વાસ્તવિક લાગી શકે છે.

સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો વાયરલ થતા હોય છે જે આશ્ચર્યમાં મૂકી દેતા હોય છે. જ્યારે હવે એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક શખ્સ સિંહ, સિંહણ અને તેના બચ્ચાઓ સાથે મસ્તી કરતા નજરે આવી રહ્યો છે. જંગલનો રાજા અને તેનું સંપૂર્ણ પરિવાર આ વ્યક્તિ સાથે મસ્તી કરતા નજરે આવી રહ્યા છે. સિંહ, સિંહણ શખ્સને ગળે લગાવે છે અને ચુંબન કરે છે. વીડિયો વાયરલ થતા જ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને પ્રાણી અને મનુષ્ય વચ્ચેની લાગણીઓ અંગે વાત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન