A Man rapped Dogs, Police Lodge a complaint
  • Home
  • Featured
  • લ્યો બોલો! કુતરાઓ સાથે દુષ્કર્મ કરવાની હતી આદત, થયો આવો અંજામ

લ્યો બોલો! કુતરાઓ સાથે દુષ્કર્મ કરવાની હતી આદત, થયો આવો અંજામ

 | 6:26 pm IST

તમિલનાડુના ચેન્નઈમાં એક ચાની દુકાનમાં કામ કરનાર વ્યક્તિ સામે કૂતરા સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ અલમાઈટી એનિમલ કેર ટ્રસ્ટ દ્વારા નોંધાવવામાં આવી છે. જોકે સ્થાનિક પોલીસે પણ કેસ નોંધી તપાસ હાથધરી છે.

તમને બતાવી દઈએ કે આ ઘટના નંદનામ વિસ્તારની છે. પોલીસને કેટલાક સ્થાનિક લોકોએ કહ્યું કે તેમને એક છોકરાને કુતરા સાથે દુષ્કર્મ કરતા જોઓ છે. ત્યાર બાદ આ લોકોએ એ છોકરાને પકડ્યો અને ચેતવણી આપીને છોડી દીધો. જોકે તેમ છતાં છોકરો વિસ્તારની બહાર નહોતો ગયો. જ્યારે એક લોકલ મહિલાએ જણાવ્યું કે, ત્યાંના લોકોએ છોકરાને ઘણી વખત મોડી રાત્રે કુતરા સાથે રેપ કરતા જોયો છે. ત્યાર બાદ લોકોને ખાતરી થઈ કે આ પ્રકારનું વર્તન તેની આદત બની છે.

સ્થાનિક લોકોની માહિતી પર સંસ્થાના અધ્યક્ષ સાઈ વિગનેશે પોલીસને આ વિશે ફરિયાદ કરી. તેમને પોલીસને એક સીસીટીવી ફુટેજ પણ આપી જેમાં વ્યક્તિ કુતરા સાથે નજરે આવે છે. જ્યારે પશુ કાર્યકર્તાએ કહ્યું કે,‘પશુઓની સાથે દુષ્કર્મને સેક્શન 377 અને 429 હેઠળ અપરાધ ગણવામાં આવે છે. પશુઓ સાથે દુષ્કર્મ કરનાર વ્યક્તિ છોકરીઓ અને બાળકો માટે પણ ખતરો બની શકે છે. તેથી પોલીસથી ઝડપી રીતે તપાસ હાથ ધરવાનું કહેવામાં આવ્યું છે.’

જ્યારે પોલીસ ઈન્સ્પેક્ટરે કહ્યું કે જે સીસીસીટીવી ફુટેડ પોલીસને આપવામાં આવી છે. તેમાં છોકરો કુતરા સાથે તો નજરે આવે છે. પરંતુ તેની સાથે કોઈ અડપલાં કરતા નથી જોવાઈ રહ્યો. તેમ છતાં લોકોએ ફરિયાદ કરી છે તો યુવક સાથે પૂછપરછ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન