A man was stealing food and the video went viral
  • Home
  • Featured
  • લગ્નમાં એક શખ્સ જમવાનું ચોરતો હતો અને ઝડપાઈ ગયો, વીડિયો વાયરલ થતાં થઈ ભારે ફજેતી

લગ્નમાં એક શખ્સ જમવાનું ચોરતો હતો અને ઝડપાઈ ગયો, વીડિયો વાયરલ થતાં થઈ ભારે ફજેતી

 | 4:04 pm IST

લગ્નમાં ઘણા લોકો જમવા જાય ત્યારે આખા ઘરનું સાજુ કરીને આવતા હોય છે. કહેવાનો મતલબ એ કે જમવા એક જણ જાય અને બીજા લોકો માટે જમવાનું કોઈ વાસણમાં કે પછી કોથળીમાં ભરી લાવે, આવા લોકો પાછા ખુદ્દાર ખુબ જ હોય, કોઈને ખબર ન પડે એવું ખુબ ધ્યાન રાખે. પરંતુ હાલમાં જે વીડિયો સામે આવ્યો એમાં એક શખ્સ આવું કામ કરતાં ઝડપાયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે તે કોઈ ફંક્શનમાં જમવા માટે બેઠો છે. પછી એક કોથળીમાં તે જમવાનું પેક કરી રહ્યો હતો. પરંતુ આ કાંડ કરવામાં તે સફળ ન રહ્યો અને પાછળથી કોઈએ વીડિયો રેકોર્ડ કરી લીધો. જો કે તે શખ્સને પણ ખબર પડી જાય છે કે મારો કોઈ વીડિયો ઉતારે છે, જેથી તે ફરીથી જમવાનું ત્યાં જ રાખી દે છે અને ચાલ્યો જાય છે. તો આ વીડિયો જોયા બાદ લોકો આ શખ્સની ભારે મજા લઈ રહ્યા છે અને વીડિયો શેર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન