A middle-aged man Case at Kagdapeeth police station in Ahmedabad after being threatened by PSI
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: ’50 હજાર આપો નહીં તો ચાર્જશીટ એવી બનાવીશ કે જજ પણ બચાવી નહીં શકે’, PSIની ધમકીથી આધેડનો આપઘાત

અમદાવાદ: ’50 હજાર આપો નહીં તો ચાર્જશીટ એવી બનાવીશ કે જજ પણ બચાવી નહીં શકે’, PSIની ધમકીથી આધેડનો આપઘાત

 | 8:34 am IST
  • Share

ગીતામંદિર પાસે રહેતા આધેડે પીએસઆઇ પી.કે.ગોહિલ સહિત ત્રણ શખ્સના ત્રાસ તેમજ ધમકીથી કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. આધેડે ઘરની પાછળ આવેલી જગ્યામાં ગેરકાયદે બાંધકામ કર્યા મુદ્દે પોલીસ અને એએમસીમાં લેખિતમાં રજૂઆત કરી હતી. બાદમાં પીએસઆઇ ગોહિલે કોઇ કાર્યવાહી ન કરી દબાણ કરનારા બે શખ્સ સાથે મળીને આધેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને હેરાન કરતા હતા.

પીએસઆઇએ એવી ધમકી આપી હતી કે, રૃ. ૫૦ હજાર આપો નહીં તો ચાર્જશીટ એવી બનાવીશ કે જજ પણ બચાવી નહીં શકે. આધેડે સ્યુસાઇડ નોટ લખીને મોતને વ્હાલુ કર્યું હતું. આ અંગે મૃતકના પુત્રએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આરોપી ઁજીૈં પી.કે.ગોહિલ, જયેન્દ્ર અને નરેન્દ્ર કોષ્ટિ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે જયેન્દ્રને ઝડપી પાડયો છે.

જો કે, પીએસઆઇની ધરપકડ ન કરતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો ન હતો. બાદમાં પોલીસે પરિવારજનોને ત્રણ દિવસમાં પીએસઆઇની ધરપકડ કરી દેવાશે તેવી ખાતરી આપતા અંતે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી અગ્નિદાહ આપ્યો હતો.

ગીતામંદિર પાસે આવેલા એકતાનગરમાં રહેતો સાગર રેવર મંગળવારે ભાવનગરથી પરત આવીને કાંકરિયા ખાતે તેના કાકાના ઘરે ગયો હતો. ત્યારે તેને તેના પિતાને ફોન કરતા તેઓએ ફોન ઉપાડયો ન હતો. જેથી સાગર ઘરે પહોંચીને ઉપરના માળે જઇને જોતા તેના પિતા નીચે પડેલી હાલતમાં મળ્યા હતા અને મોઢામાંથી ફીણ નીકળતું હતુંુ. તેમના હાથમાંથી એક ચિઠ્ઠી પણ સાગરને મળી હતી.

સાગરે તાત્કાલિક આસપાસના લોકોને બોલાવીને તેના પિતા પ્રેમજીભાઇને હોસ્પિટલ અર્થે લઇ ગયા હતા. જ્યાં હાજર તબીબોએ પ્રેમજીભાઇને મૃત જાહેર કર્યા હતા. સાગરે તેના પિતાના હાથમાંથી મળેલી ચિઠ્ઠી જોતા ત્રણ પાનાંની સ્યુસાઇટ નોટ હતી. બાદમાં સાગરે સ્યુસાઇટ નોટ વાંચતા જ્યેન્દ્ર અને નરેન્દ્ર કોષ્ટી તેમજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.કે.ગોહિલના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું લખેલું હતુ.

જ્યેન્દ્ર અને નરેન્દ્ર દ્વારા અમારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી અવારનવાર ધમકી આપતા હતા. ઁજીૈં ગોહિલ અમારુ કંઈ સાંભળતાં નથી અને સામેવાળા પાસેથી રૃપિયા લઇ અને અમારા વિરુદ્ધ કેસ કર્યો હતો. ઁજીૈં ગોહિલે અમારું ન સાંભળી અને જ્યેન્દ્રનું સાંભળી અમારા વિરુદ્ધ ફ્રિયાદ દાખલ કરી છે. જ્યેન્દ્ર મારા વિરુદ્ધ કાવતરું કરે છે અને મારી ર્માિજનવાળી જગ્યા પડાવવા માટે બાંધકામ કરી દીધું છે. ઁજીૈં ગોહિલે પણ કાવતરું રચ્યું છે અને અમને મરવા માટે મજબૂર કર્યા છે.

આત્મહત્યા કરવા માટે તેઓ જવાબદાર છે. જ્યેન્દ્ર અને નરેન્દ્ર કોષ્ટિએ પ્રેમજીભાઈની નાનપુરામાં આવેલી જગ્યામાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું. જેની કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જૂન ૨૦૨૧થી મેટર ચાલે છે. એપ્રિલ માસથી પ્રેમજીભાઈએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને પોલીસમાં અરજીઓ કરી હતી. ઁજીૈં પી.કે ગોહિલે વારંવાર અરજીઓ નહીં કરવાનું અને જો અરજી કરશે તો તેઓને અને પરિવારને ખોટા કેસમાં ફ્સાવી દેવાની ધમકીઓ આપી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો