ગોવા એરપોર્ટ પર મોટી ઘટના, રનવેથી બહાર નીકળી ગયું મિગ -29K - Sandesh
  • Home
  • India
  • ગોવા એરપોર્ટ પર મોટી ઘટના, રનવેથી બહાર નીકળી ગયું મિગ -29K

ગોવા એરપોર્ટ પર મોટી ઘટના, રનવેથી બહાર નીકળી ગયું મિગ -29K

 | 2:45 pm IST

ગોવા એરપોર્ટ પર એક મોટી ઘટના બનતા બનતા રહી ગઈ હતી. બુધવારે બપોરે એક ટ્રેની મિગ-29કે એરક્રાફ્ટ રનવેથી બહાર જતુ રહ્યું હતું અને પાસેના ખેતરમાં ઘૂસી ગયું હતું. જેના બાદ તરત એરક્રાફ્ટમાં આગ લાગી હતી. જોકે, આ ઘટના બનતા જ પાયલોટ તરત બહાર આવી ગયો હતો. આ ઉપરાંત કોઈ જાનહાનિની ઘટના બની નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના બાદ તાત્કાલિક એરક્રાફ્ટમાં લાગેલી આગ બૂઝવવાનું કામ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ એરપોર્ટને થોડા સમય માટે બંધ કરી દેવાયું હતું. એરક્રાફ્ટમાં લાગેલી આગને કારણે ધુમાડો બહુ લાંબા સુધી પ્રસર્યો હતો.