A million years ago, humans looked like this
  • Home
  • Technology
  • એક લાખ વર્ષ પહેલા માત્ર ત્રણ દાંત સાથે આવા દેખાતા હતા આપણે

એક લાખ વર્ષ પહેલા માત્ર ત્રણ દાંત સાથે આવા દેખાતા હતા આપણે

 | 3:02 pm IST

આપણા ડેનિસોવંસ પૂર્વજ જેઓ એક લાખ વર્ષ પહેલા ધરતી પર રહેતા હતા, તેઓ કેવા દેખાતા હતા, તેનું અત્યાર સુધીમાં માત્ર અનુમાન જ લગાવામાં આવી રહ્યું હતું. ડેનિસોવંસના ગુલાબી રંગના હાડકા, ત્રણ દાંત અને નીચે જડબૂ હોતુ હતું. પરંતુ હવે તેને એક ચહેરો પણ મળી ગયો છે.

તમને જણાવી દઇએ કે, માનવની એક વિલુપ્ત પ્રજાતિ જે સાઇબેરિયાથી દક્ષિણ પૂર્વ એશિયામાં ફેલાઇ હતી, હવે આનુવાંશિક ડેટાનો ઉપયોગ કરી વૈજ્ઞાનિકોએ આ લાંબા સમયથી ખોવાયેલા પૂર્વજોનું પૂન: નિર્માણ કર્યું છે.

ઇઝરાઇલના જેરૂસલમના હિબ્રૂ વિશ્વવિદ્યાલયના શોધના લેખક લિરાન માર્મેલએ કહ્યું,’અમે ડેનિસોવંસની સ્કેલલેટ (કંકાલ) એનામટીના પ્રથમ પૂન: નિર્માણને પ્રસ્તૂત કર્યું છે.’

કાર્મેલએ કહ્યું,’ ઘણી રીતે ડેનિસોવંસ નિએંડરથલથી મેળ ખાય છે પરંતુ કેટલાક લક્ષણોમાં આપણી સાથે મેળ ખાય છે અને કેટલીક રીતે તે અનૂણા છે.’ સમગ્ર રૂપે શોધકર્તાઓએ 56 એનાટોમિકલ ફિચરની ઓળખ કરી છે, જેમા ડેનિસોવંસ, આધુનિક માનવ અને નિએન્ડરથલથી ભિન્ન છે. તેમાથી 34 ભિન્નતાઓ માત્ર ખોપડીમાં જ છે. આ શોધને જર્નલ ‘સેલ’માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

આ વીડિયો પણ જુઓ: સલમાન ખાનનો વાયરલ વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન