રાજકોટમાં મતદાન જાગૃતિનો નવો અભિગમ, પેરા ગ્લાઇડર્સ દ્રારા ફેંકાશે પેમ્ફલેટ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • રાજકોટમાં મતદાન જાગૃતિનો નવો અભિગમ, પેરા ગ્લાઇડર્સ દ્રારા ફેંકાશે પેમ્ફલેટ

રાજકોટમાં મતદાન જાગૃતિનો નવો અભિગમ, પેરા ગ્લાઇડર્સ દ્રારા ફેંકાશે પેમ્ફલેટ

 | 8:17 pm IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા ચલાવવામા આવતી સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેકટ્રોલ પાર્ટીશિપેશન (સ્વીપ) અંતર્ગત એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાની 8 બેઠકો માટે મહત્તમ મતદાન થાય તે માટે આ પ્રયોગ હાથ ધરવામા આવ્યો છે. રાજકોટ જિલ્લામા જ્યાં ઓછું મતદાન થયું હોય એવા વિસ્તારોમાં પેરા ગ્લાઇડર્સ થકી મતદારોને જાગૃત કરવામાં આવશે. આ માટે આજે રેસકોર્સના મેદાનમાં કલેક્ટર ડો. વિક્રાંત પાંડેએ પેરા ગ્લાઇડિંગ કરી પીકેટિંગ કર્યું હતું. હાલ પેરા ગ્લાઇડર્સની એક ટીમ રાજકોટમાં છે. આ ટીમ દ્વારા મતદાર જાગૃતનું મહાકાર્ય હાથ ધરવામાં આવશે. કલેક્ટર તંત્ર દ્વારા આગામી એક માસ સુધી તબક્કાવાર પેરા ગ્લાઇડર્સનું શિડ્યુઅલ ઘડી કાઢવામાં આવશે અને તે પ્રમાણે જે તે વિસ્તારોમાં મતદાર જાગૃતિના કાર્યક્રમ અને પીકેટિંગ કરવામાં આવશે. જો કે આ માટે પેમ્ફલેટ છાપવામાં આવ્યા છે, જેમાં મતદાન કરવાની અપીલ ઉપરાંત વીવીપેટ દ્વારા કેવી રીતે મતદાન કરવું તેની સાદી તથા સરળ સમજૂતી પણ આપવામાં આવી છે.