Taliban government ministry very cruel laws
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તાલિબાનનું કાયદા મંત્રાલય કે ક્રૂર મંત્રાલય, આપશે આવી યાતનાદાયક સજા

તાલિબાનનું કાયદા મંત્રાલય કે ક્રૂર મંત્રાલય, આપશે આવી યાતનાદાયક સજા

 | 12:54 pm IST
  • Share

  • તાલિબાને ક્રૂર કાયદા માટે નવું મંત્રાલય બનાવ્યું
  • તાલિબાન ઇસ્લામના કાયદા અનુસાર સજા આપશે
  • ચોરી કરી તો હાથ કાપી નાંખવામાં આવશે: મોહમ્મદ યુસૂફ

 

અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની વાપસી થઇ ગઇ છે. આ દરમિયાન તાલિબાન સરકારમાં એક નવું મંત્રાલય ચર્ચામાં છે. આ મંત્રાલય ખુબ જ ક્રૂર કાયદાઓને લાગૂ કરવા માટે બનાવાયુ છે. તેને અમેરિકન સેનાના હુમલા બાદ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ તાલિબાન દ્વારા તેને ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે.

ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, તાલિબાનના આ મંત્રાલયનું નામ મિનિસ્ટ્રી ઓફ પ્રોપેગેશન વર્ચ્યુ એન્ડ પ્રિવેંશન ઓફ વાઇસ છે. તાલિબાનની વચગાળાની સરકારમાં સદ્ગુણના પ્રચાર અને દુષ્ટતાના નિવારણ મંત્રાલયની રચના કરવામાં આવી છે. જેના દ્વારા શરિયા કાયદો લાગુ કરવામાં આવશે.

અફિઘાનિસ્તાન સેન્ટ્રલ ઝોનના મુખિયા મોહમ્મદ યુસૂફે જણાવ્યું કે,’તેનો મુખ્ય ઉદ્દેશ ઇસ્લામની સેવા કરવાનો છે’. યુસૂફે એમ પણ કહ્યું કે,’અમે ઇસ્લામના નિયમો અનુસાર સજા આપીશું’.

મોહમ્મદ યુસૂફે કહ્યું કે, હત્યાની સજા જીવ લઇે આપવામાં આવશે. જેણે જાણી જોઇને ગુનો કર્યો હોય તેને મોતની સજા આપવામાં આવશે. જો જાણીજોઇને નથી કરવામાં આવ્યું તો એક નક્કી કરેલી રકમના દંડ જેવી કોઇ પણ સજા હોઇ શકે છે. યુસૂફે આગળ કહ્યું-“ચોરી કરી તો હાથ કાપી નાંખવામાં આવશે. લગ્નેત્તર અવૈધ સંબંધ બનાવનાર પર પથ્થરમારો કરાશે.” એવું પણ કહેવામાં આવી રહ્યું છે આ અંતર્ગત પુરૂષો અને મહિલાઓને એક જ રીતથી સજા આપવામાં આવશે.

યુસૂફનું કહેવું છે કે, સજા માટે ચાર સાક્ષીઓની આવશ્યક્તા રહેશે અને તે તમામ સાક્ષીઓની જુબાની એક સમાન હોવી જોઇએ. જો કહાનીમાં થોડું પણ અંતર છે, તો કોઇ સજા આપવામાં નહીં આવે. પરંતુ તે તમામ એક સમાન વાત એક જ સમયે કહી રહ્યા તો સજા મળશે. બકૌલ યુસૂફ જો તેઓ દોષી સાબિત થાય તો અમે તેમને સજા આપીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન