A number of countries have grounded Boeing's 737 MAX 8
  • Home
  • Featured
  • ચીન બાદ હવે આ દેશોએ લગાવ્યો બોઇંગ 737 મેક્સ વિમાન પર પ્રતિબંધ

ચીન બાદ હવે આ દેશોએ લગાવ્યો બોઇંગ 737 મેક્સ વિમાન પર પ્રતિબંધ

 | 10:11 pm IST

મંગળવારે સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાએ બોઇંગ 737 મેક્સ વિમાનના ઉડાન પર રોક લગાવી દીધી છે. સિંગાપોરના નાગરિક ઉડ્ડયન વિભાગે જણાવ્યું હતું કે તાજેતરમાં બોઇંગ વિમાનને લીધે બે મોટી દુર્ઘટના બની હતી જેને પગલે સિંગાપોર આ મોડલના વિમાનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઇ સૈપ્રથમ વાર ચીન દ્વારા દેશની તમામ વિમાન સેવા કંપનીઓને આદેશ આપી દેવામાં આવ્યો હતો કે કંપની દ્વારા ઉપયોગમાં લેવાઇ રહેલા બોઇંગ 737 મેક્સ8 વિમાનો ઉપયોગ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. ચીન દ્વારા આ નિર્ણય ઇથોપિયા વિમાન ઘટના બાદ લેવામાં આવ્યો છે. રવિવારે બનેલી આ દૂર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 157 લોકોના પ્લેન ક્રેશમાં મોત થયા હતા.

સિંગાપોરની જાહેરાતના થોડા સમય બાદ જ ઓસ્ટ્રેલિયાના નાગરિક ઉડ્ડયન સુરક્ષા વિભાગે પણ બોઇંગ 737 મેક્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ઓસ્ટ્રેલિયાએ બોઇંગ 737 મેક્સ પર પ્રતિબંધ લગાવતા જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર વિમાન પર કામચલાઉ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર પહેલા ચીન, ઇન્ડોનેશિયા અને ઇથિયોપિયા જેવા દેશોએ પોતાની તમામ ડોમેસ્ટિક એરલાઇન કંપનીઓને બોઈંગ 737 મેક્સ-8 વિમાનો રોકવાનો આદેશ આપ્યો દીધો હતો.

ઇથિયોપિયન એરલાઇનનું બોઇંગ 737 મેક્સ 8 રવિવારે ટેક-ઓફ થયા ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 157 વ્યક્તિઓના મોત થયા હતા. ઓક્ટોબરમાં ઈન્ડોનેશિયાની લાયન એર કંપનીનું વિમાન જાકાર્તાથી ઉડાન ભર્યા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં મુસાફરી કરી રહેલાં તમામ 189 યાત્રીનાં મોત થયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન