સુરતઃ હાવડા ટ્રેનમાં આવતા મુસાફરને 12 કિલોથી વધુ ગાંજા સાથે ઝડપ્યો - Sandesh
NIFTY 10,337.10 -115.20  |  SENSEX 33,667.13 +-343.63  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતઃ હાવડા ટ્રેનમાં આવતા મુસાફરને 12 કિલોથી વધુ ગાંજા સાથે ઝડપ્યો

સુરતઃ હાવડા ટ્રેનમાં આવતા મુસાફરને 12 કિલોથી વધુ ગાંજા સાથે ઝડપ્યો

 | 5:04 pm IST

સુરત રેલવે સ્ટેશન ઉપર પોલીસ ચેકિંગ દરમિયાન હાવડા ટ્રેનમાં આવતા એક મુસાફરને ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરત રેલવે એસ.પી.ની સ્પેશિયલ સ્કોડ જ્યારે રેલ્વે સ્ટેશન ઉપર ચેકીંગમાં હતી તે દરમ્યાન પોરબંદર હાવડા ટ્રેન આવતા તેમાં ચેકીંગ હાથ ધર્યું હતું જે દરમ્યાન એક વ્યક્તિ પાસેથી ગાંજો મળી આવ્યો હતો.

રેલવે પોલીસે આ વ્યક્તિની પૂછપરછ કરતા તેનું નામ રમેશ પ્રધાન જણાવ્યું હતું સુરત ભેસ્તાન વિસ્તારમાં રહે છે અને મૂળ ઓરિસ્સાના ગંજામનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી ૧૨કિલો ૪૦૦ગ્રામ જેની કિંમત ૬૪,૮૦૦નો ગાંજો પકડી પાડ્યો હતો ગાંજાની હેરાફેરી કરનાર ઓરિસ્સા વાસી ની રેલ્વે પોલીસે ધરપકડ કરી તે ગાંજો કોની પાસેથી લાવ્યો હતો.

સુરતમાં કોને આપવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે ઘણા વર્ષોથી ઓરિસ્સા થી ટ્રેન મારફતે મોટા પ્રમાણમાં ગાંજો સુરત લાવવામાં આવે છે અને ખુલ્લે આમ તેનું સુરત ના જુદા જુદા વિસ્તારો માં વેચાણ પણ થાય છે, ઉલ્લેખનીય છે કે પોલીસ ગાંજાની હેરાફેરી રોકવામાં નિષ્ફળ રહી છે જેથી વારંવાર ટ્રેનમાંથી ગાંજો મળી આવે છે.