a petition has been filed against tamannaah bhatia and virat kohli
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બાપ રે: કોહલી અને તમન્ના ગમે ત્યારે જેલ ભેગા થઈ શકે છે, જોઈ લો એવો ગંભીર મામલો શું છે?

બાપ રે: કોહલી અને તમન્ના ગમે ત્યારે જેલ ભેગા થઈ શકે છે, જોઈ લો એવો ગંભીર મામલો શું છે?

 | 4:27 pm IST
  • Share

બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીને અત્યારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બંનેની ધરપકડ કરવા માટે મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તમન્ના ભાટિયા અને વિરાટ કોહલી પર સટ્ટેબાજી વધારવાનો આરોપ મૂકાયો છે. જેના કારણે કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચેન્નાઈના વકીલે તમન્ના ભાટિયા અને વિરાટ કોહલી વિરુદ્ધ મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરી છે. વકીલે તેમની અરજીમાં કહ્યું છે કે તમન્ના અને વિરાટ તેમની જાહેરાત દ્વારા ઓનલાઇન સટ્ટામાં વધારો કરવાની મંજૂરી આપી રહ્યા છે. સાથે જ વકીલે અદાલતને વિનંતી કરી છે કે ઓનલાઈન સટ્ટાબાજી પર પ્રતિબંધ મુકવાની સૂચનાઓ બહાર પાડવામાં આવે. નહીંતર યુવાનો હવે આ સટ્ટાબાજીના વ્યસની બની રહ્યા છે.

એડવોકેટનું કહેવું છે કે ઓનલાઇન સટ્ટેબાજ કંપની વિરાટ કોહલી અને તમન્ના ભાટિયા જેવી હસ્તીઓનો ઉપયોગ કરીને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. તેથી બંનેની ધરપકડ થવી જોઈએ. ઓનલાઇન સટ્ટામાં હારી ગયેલ રકમ ન ભરવાના કારણે હાલમાં જ એક યુવકે આત્મહત્યા કરી લીધી છે. આ દુખદ બનાવને જોતાં વકીલે કોર્ટમાં આ અરજી કરી હતી.

ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન અને બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા મોબાઈલ પ્રીમિયર લીગ (એમપીએલ) ની જાહેરાત કરે છે. તે બંને ગેમિંગ પ્લેટફોર્મના બ્રાન્ડ એમ્બેસેડર છે. એમપીએલના આ સમયે 30 મિલિયનથી વધુ યુઝરો છે. આ પ્લેટફોર્મ પર 40થી વધુ રમતો છે. આઈપીએલ પહેલા એમપીએલની છ ક્રિકેટ રમતો છે જેમાં યુઝર્સને વિકલ્પો મળી રહે છે.

આવી ઓનલાઇન રમતો દ્વારા સટ્ટાબાજીને પ્રોત્સાહન મળી રહ્યું છે. હાલમાં સ્નાતક વિદ્યાર્થીએ ઓનલાઇન સટ્ટાના કારણે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું, કારણ કે તે વિદ્યાર્થી ઓનલાઇન ગેમિંગમાં 20 હજાર રૂપિયા હારી ગયો હતો. પછી તે ડિપ્રેશનમાં આવી ગયો અને આત્મહત્યા કરી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન