A photo shared by Bhuri of The Kapil Sharma Show in a swimming shoot
  • Home
  • Featured
  • સ્વિમિંગ સૂટમાં સુમોના ચક્રવર્તીએ મચાવ્યો કહેર, સોશિયલ મીડિયામાં શેર કર્યા ફોટો

સ્વિમિંગ સૂટમાં સુમોના ચક્રવર્તીએ મચાવ્યો કહેર, સોશિયલ મીડિયામાં શેર કર્યા ફોટો

 | 11:49 am IST

‘ધ કપિલ શર્મા શો’માં’ ભૂરીની ભૂમિકાથી ઘરે ઘરે જાણીતી સુમોના ચક્રવર્તી હાલના દિવસોમાં તેની એક તસવીરને કારણે ઘણી ચર્ચામાં આવી છે. સુમોના સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે અને તે અવારનવાર તેના ફોટા અહીં શેર કરે છે. આ દરમિયાન તેણે તેની આ પ્રકારની તસવીર શેર કરી હતી, જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી.

આ તસવીરમાં અભિનેત્રી સ્વિમિંગ પૂલમાં સ્વીમસ્યુટ પહેરેલી જોવા મળી રહી છે. સુમોનાના આ ફોટા પર ચાહકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. અત્યાર સુધી આ તસવીરને એક લાખથી વધુ વખત પસંદ કરવામાં આવી છે. સુમોનાએ આમિર ખાન અને મનીષા કોઈરાલાની ફિલ્મ ‘મન’થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આમાં તે બાળ કલાકાર તરીકે જોવા મળી હતી. વર્ષ ૨૦૧૧ માં શરૂ થયેલી એકતા કપૂરની સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈ’માં નતાશાના પાત્રને તેને મોટી ઓળખ આપી હતી.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન