ભારતમાં એક એવું ગામ જ્યાં હનુમાનજીનું નામ લેવાથી લાગે છે પાપ - Sandesh
  • Home
  • Astrology
  • ભારતમાં એક એવું ગામ જ્યાં હનુમાનજીનું નામ લેવાથી લાગે છે પાપ

ભારતમાં એક એવું ગામ જ્યાં હનુમાનજીનું નામ લેવાથી લાગે છે પાપ

 | 12:38 pm IST

એવી માન્યતા છે કે હનુમાનજી આજે પણ ધરતી પર રહે છે. ભારતમાં ભગવાન રામ પછી હનુમાનજીની સૌથી વધારે પૂજા કરવામાં આવે છે. શનિવાર અને મંગળવારએ દેશના તમામ મંદિરોમાં ભગવાન હનુમાનજીની પૂજા કરવા માટે લાંબી લાઈન લાગે છે. પરંતુ એક સ્થાન એવું પણ છે, જ્યાં લોકો હનુમાનજીની પૂજા નથી કરતા એટલું જ નહીં પણ હનુમાનજીનું નામ લેવું પણ ગુનો છે.

આ ગામ ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં આવેલું છે. આ ગામમાં હનુમાનજીની એક મૂર્તિ પણ જોવા નહીં મળે. હનુમાનજીના પ્રતિ આ નફરતા આજેથી નહીં પણ તે સમયથી છે જ્યારે મેઘનાથનાં બાણોથી લક્ષ્મણ બેભાન થઈ ગયા હતા. ત્યારે કોઈએ હનુમાનજીને હિમાલયમાંથી સંજીવની જડીબુટ્ટી લાવવા માટે કહ્યું હતું.

તેના પછી હનુમાનજી ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં આવેલી દ્રોણાગિરી પર્વત પર પહોંચ્યા હતા. હનુમાનજી જ્યારે સંજીવીની જડીબુટ્ટી લેવા માટે પહોંચ્યા ત્યારે ગામની એક મહિલાએ હનુમાનજીને પર્વતનો તે હિસ્સો બતાવ્યો હતો જ્યાં સંજીવની ઉગે છે. ત્યારે હનુમાનજીએ સંજીવની જડીબુટ્ટીની જગ્યાએ આખો પહાડ ઉપાડીને લઈ ગયા હતા. એટલા માટે આ ગામમાં લોકો હનુમાનજીથી નારાજ છે.

ત્યારથી આ ગામમાં કોઈ હનુમાનજીની પૂજા નથી કરતું અને કોઈ તેમનુ નામ પણ નથી લેતું. અંહી લોકો દર વર્ષે દ્રોણાગિરીની પૂજા કરે છે પરંતુ આ પૂજામાં મહિલાઓને શામેલ કરવામાં નથી આવતા કેમ કે, એક મહિલાએ દ્રોણાગિરી પર્વતનો તે ભાગ બતાવ્યો હતો જ્યાં સંજીવની બૂટી ઉગતી હતી.