A quick FIR registered against scamster Amol Seth
  • Home
  • Ahmedabad
  • મહારાષ્ટ્રના ભાજપના પૂર્વ મંત્રીની ભલામણ બાદ કૌભાંડી અમોલ શેઠ સામે ઝડપી FIR થઈ

મહારાષ્ટ્રના ભાજપના પૂર્વ મંત્રીની ભલામણ બાદ કૌભાંડી અમોલ શેઠ સામે ઝડપી FIR થઈ

 | 8:45 am IST
  • Share

  • બેંકના 20 ખાતા ફ્રીઝ થયાં પછી નાણાંની લેવડ-દેવડની વિગતો આજે ખૂલશે

  • કમ્પ્યૂટરમાંથી મહત્ત્વનો ડેટા મળવાની શક્યતા, અન્ય સ્થળે ઓફિસો હોવાની શંકા

  • અમોલ શેઠની બોગસ કંપનીઓમાંથી બોગસ ડાયરેક્ટરો રાતોરાત નાસી છૂટયા

અનિલ સ્ટાર્ચ મિલના કૌભાંડી માલિક અમોલ શેઠના ત્રણ હજાર કરોડના કૌભાંડમાં બે ફરિયાદ થઈ છે જ્યારે બે અરજીઓની તપાસ ચાલી રહી છે, આ કૌભાંડમાં મહારાષ્ટ્રની ભાજપ સરકારના તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સરકારના એક પૂર્વ મંત્રીએ સૌપ્રથમ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવવા ભલામણ કરી હતી, જેના કારણે ઝડપથી ફરિયાદ નોંધાઈ છે, મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી ગુજરાતના પોલીસ અધિકારીઓના લાઈવ સંપર્કમાં હતા, મહારાષ્ટ્રના પોલીસ અધિકારીઓ પણ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને વારંવાર ફોન કરતાં હતા, તેમ સૂત્રો કહી રહ્યા છે.

કૌભાંડી અમોલ શેઠ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, અમોલ શેઠના બેંકના20 ખાતા ફ્રીઝ કર્યા છે, મોટે ભાગે સોમવારે નાણાંની લેવડ-દેવડની વિગતો સામે આવી જશે, કૌભાંડીના કમ્પ્યૂટરમાંથી પણ મહત્ત્વનો ડેટા મળે તેવી શક્યતા પોલીસને છે. તપાસ કરી રહેલી પોલીસની ટીમને સેટેલાઈટના બોડકદેવ ખાતે આવેલી વૈભવી ઓફિસ સિવાય પણ અન્ય જગ્યાઓએ ઓફિસ હશે તેવી શંકા છે અને ત્યાંથી અમોલ શેઠના કાળા કારનામાની માહિતી સામે આવે તેમ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો