A school teacher in Ranpur, Ambaji, accident with student
  • Home
  • Featured
  • અકસ્માત: કાર શીખતી એક શિક્ષિકાએ લીધો 8 વર્ષની માસૂમ વિદ્યાર્થિનીનો જીવ

અકસ્માત: કાર શીખતી એક શિક્ષિકાએ લીધો 8 વર્ષની માસૂમ વિદ્યાર્થિનીનો જીવ

 | 8:10 am IST

અંબાજી નજીક આવેલ રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળાના કંપાઉન્ડમાં ગઈકાલે શુક્રવારના સાંજે પાંચ વાગ્યાના અરસામાં કાર શીખતી ખ્યાતિબેન ઉપાધ્યાય નામની શિક્ષિકાએ અચાનક કારનું એક્સિલેટર દબાવી દેતાં બેકાબૂ કારે કંપાઉન્ડમાં રમતી અને બીજા ધોરણમાં અભ્યાસ કરતી આઠ વર્ષીય વિદ્યાર્થિનીને અડફેટમાં લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

નાના એવા ગામમાં બનેલી ઘટનાને લઈ ભારે દોડધામ સાથે દુઃખની લાગણી જન્મી ઊઠી હતી.બનાવની જાણ કરાતા અંબાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતમાં મરણ જનાર વિદ્યાર્થિનીને અંબાજીની કોટેજ હોસ્પિટલમાં ખસેડી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત બાદ રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળા સૂમસામ બની છે. જેમાં આજે શાળામાં એક પણ શિક્ષક કે વિદ્યાર્થીઓ ફરક્યા ન હતા. આ અકસ્માત બાબતે તટસ્થ તપાસ કરી જવાબદાર આરોપી સામે સખ્ત પગલાં ભરવાની માગ ઊઠી છે.

આ વીડિયો પણ જુઓ: સુરેન્દ્રનગરમાં છેડતી મુદ્દે યુવકની હત્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન