A Security Breach Occurred At The Residence Of Priyanka Gandhi Vadra
  • Home
  • Featured
  • પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં મોટી ખામી, અચાનક ઘરમાં ઘુસી કાર અને લેવા લાગ્યા સેલ્ફી

પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં મોટી ખામી, અચાનક ઘરમાં ઘુસી કાર અને લેવા લાગ્યા સેલ્ફી

 | 6:57 pm IST

દિલ્હીના લોધી એસ્ટેટ સ્થિત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના નિવાસસ્થાને સુરક્ષામાં ગંભીર ચુક થઈ હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકોએ પ્રિયંકા ગાંધીના ઘરમાં પરવાનગી વગર પ્રવેશ કર્યો બાદમાં તેમની સાથે સેલ્ફી લેવાની પણ પ્રયાસ કર્યો હતો.

આ મામલામાં સીઆરપીએફને ફરિયાદ કરવામાં આવી છે. આ મામલાની તપાસ હાલ ચાલી રહી છે. સોમવારે જણાવ્યું કે આ ઘટના એક સપ્તાહ પહેલાની છે.

લોધી એસ્ટેટ સ્થિત પ્રિયંકા ગાંધી વાડ્રાના ઘરમાં 25 નવેમ્બરે એક કારે પ્રવેશ કર્યો હતો. આ અજાણ્યા લોકો પ્રિયંકાના નિવાસ્થાનમાં ઘુસી ગયા હતા. ત્યાર બાદ કોઈ પણ પ્રકારની એપોઈમેન્ટ વગર જ તેમની સેલ્ફી લેવા લાગ્યા હતાં.

જ્યારે આ અજાણ્યા વ્યક્તિઓ પોતાની કારમાંથી ઉતર્યા તો પ્રિયંકા તેમને પુછ્યું હ્તું કે તેઓ ક્યાંથી આવ્યા છે?  જવાબમાં તેમણે કહ્યું હતું કે, તેઓ પ્રિયંકાના ફેન છે અને તેમને મળવા માટે જ આવ્યા છે. ત્યાર બાદ પ્રિયંકાએ તેમને ચા-પાણી નાસ્તો કરાવીને અલવિદા કર્યા હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારે પ્રિયંકા ગાંધી એક મહત્વની બેઠકમાં હતા ત્યારે જ આ ઘટના ઘટી હતી.

તો દિલ્હી પોલીસનું કહેવું છે કે, તેમને કોઈએ દરવાજો ખોલવા માટે ગ્રીન સિગ્નલ આપ્યું હતું. સીઆરપીએફના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના લગભગ 26 નવેમ્બરે બપોરના 2 વાગ્યાનીએ આસપાસ ઘટી હતી. આ દિશામાં માહિતી એકત્ર્ર કરવામાં આવી રહી છે.

આ ઘટનાને સુરક્ષામાં બેદરકારી તરીકે જોવાઈ રહી છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રિયંકાની સુરક્ષા માટેના SPG(સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ)ને હટાવવામાં આવ્યું હતું. આ મામલે સીઆરપીએફમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન