A series of political upheavals began in Kaprada, regardless of the by-elections
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પેટાચૂટણીને અનુલક્ષીને કપરાડામાં રાજકીય ઉથલપાથલનો દોર શરૂ, 250 કોંગી ભાજપના શરણે

પેટાચૂટણીને અનુલક્ષીને કપરાડામાં રાજકીય ઉથલપાથલનો દોર શરૂ, 250 કોંગી ભાજપના શરણે

 | 3:46 pm IST

કપરાડા વિધાનસભાની પેટાચૂંટણીને લઇને તાલુકામાં ભાજપ અને કોંગ્રેસ, એમ બંને રાજકીય પક્ષમાં તોડોના પ્રવૃત્તિ વ્યાપક બની છે. મોટાપોંઢા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં, 250થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાઇ ગયાં છે. જેમાં, તા.પં. સભ્ય, હાલના અને પૂર્વ સરપંચો, ગ્રા.પં. સભ્યો સહિતના કાર્યકરોનો સમાવેશ થાય છે.

કપરાડાના ધારાસભ્યપદેથી જીતુભાઇ ચૌધરીએ રાજ્યસભાની છેલ્લી ચૂંટણી દરમિયાન રાજીનામું આપતા, ખાલી પડેલી આ બેઠક માટે ટૂંક સમયમાં પેટાચૂંટણી યોજાનાર છે. જેને લઇને કપરાડા તાલુકામાં રાજકીય ઉથલપાથલ મચી ગઇ છે. જીતુ ચૌધરીએ ભાજપની કંઠી બાંધી લેતા, તેમના ટેકેદારો કોંગ્રેસને રામ-રામ કરીને ભાજપમાં જોડાઇ રહ્યા છે. તો કોંગ્રેસે બાબુભાઇ વરઠા જેવા વારલી સમાજના અગ્રણી નેતાને ભાજપમાંથી ખૂંચવી લાવીને પોતાની સોગઠી મારી છે.

રાજકીય ગરમાગરમી વચ્ચે મોટાપોંઢા ખાતે, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, જનતા કેળવણી મંડળના પ્રમુખ કેતનભાઇ પટેલ, તા.પં.ના પૂર્વ કારોબારી અધ્યક્ષ બાબુભાઇ પટેલ, જિ.પં. આરોગ્ય સમિતિના ચેરમેન ગુલાબ રાઉત સહિતના ભાજપી આગેવાનોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં, કપરાડા તાલુકાના મોટાપોંઢા જિ.પં. બેઠક હેઠળના કાકડકોપર, મોટાપોંઢા, ઓઝર, સુખાલા, અંભેટી, વાજવડ, કોઠાર, ધોધડકુવા એમ કુલ 8 ગામોમાંથી 250થી વધુ કોંગ્રેસી આગેવાનો-કાર્યકરોએ પંજાને છોડીને કમળનો હાથ ઝાલ્યો છે.

જેમાં, કપરાડા તા.પં. સભ્ય રઘુભાઇ ગાંવિત, બક્ષીપંચ સેલ, કપરાડાના પ્રમુખ રાકેશભાઇ પ્રજાપતિ, ઉપપ્રમુખ મનીષભાઇ પટેલ, પૂર્વ સરપંચો રાજુભાઇ પટેલ, ઠાકોરભાઇ આહિર (મોટાપોંઢા), જલારામ મંદિરના ટ્રસ્ટી પ્રદીપભાઇ પ્રજાપતિ, કાકડકોપરના સરપંચ કંચનબેન પટેલ, ડે.સરપંચ ગણેશ ગાંવિત, ઓઝરના સરપંચ લીલાબેન રાઉત, અંભેટીના પૂર્વ તા.પં. સભ્ય જયંતીભાઇ પટેલ, વાજવડના પૂર્વ સરપંચ તલાસ ચૌધરી, મોટાપોંઢાના ડે.સરપંચ પ્રિતેશ આહીર સહિત ૨૫૦થી કાર્યકરોનો સમાવેશ થાય છે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં સરકારી અનાજ સગેવગેનું કૌભાંડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન