A shocking number of daily suicides came during the Corona period
  • Home
  • Gujarat
  • કોરોનાકાળમાં રોજમદારોની આત્મહત્યાનો આવ્યો ચોંકાવનારો આંકડો

કોરોનાકાળમાં રોજમદારોની આત્મહત્યાનો આવ્યો ચોંકાવનારો આંકડો

 | 8:00 am IST
  • Share

  • 2020માં સ્યૂસાઈડ કરનાર 8050 લોકોમાંથી 5,761 લોકો પરિણીત

  • જીવનનો અંત લાવનારમાં એક લાખથી ઓછી સંપત્તિવાળા લોકો વધુ


કોરોના મહામારીમાં રાજ્યમાં 2020માં 8050 લોકોએ આત્મહત્યા કરી તેમાં 2754 લોકો રોજમદારો હોવાની વિગતો એનસીઆરબી(નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો)ના રિપોર્ટમાં રજૂ થઈ જેમાં 260 રોજમદાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. દેશમાં પરિણીતા સ્ત્રી-પુરૂષોમાં પણ આત્મહત્યાનું પ્રમાણ વધ્યાનો ખુલાસો રિપોર્ટમા થયો છે.

 દેશમાં કુલ 37666 રોજમદારોએ આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો 

જેમાં ગુજરાતમાં 2020માં સ્યુસાઈડ કરનાર 8050 લોકોમાંથી 5761 લોકો પરિણીત હોવાની વિગતો છે. રિપોર્ટ મુજબ કુલ આત્મહત્યા કરના લોકોમાં એક લાખથી ઓછી સંપતી ધરાવતાં 68 ટકાથી વધુ લોકોનો સમાવેશ થાય છે.

કોરોના મહામારીમાં દેશમાં કુલ 37666 રોજમદારોએ આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો જેમાં 4493 મહિલા અને 9 ટ્રાન્ઝેન્ડરનો સમાવેશ થાય છે. દેશમાં અન્ય રાજ્યોની તુલનામાં રોજમદારોની આત્મહત્યા મામલે ગુજરાત મરણ જનારના આંકડા મુજબ પાંચમા નંબરે આવે છે.

લોકોને આર્થિક તકલીફો વધી ગઈ

ગુજરાતમાં કુલ 2754 રોજમદારોએ આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો જેમાં 260 મહિલા અને એક ટ્રાન્ઝેન્ડરનો સમાવેશ થાય છે. કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે રોજમદારોને કામ મળતું બંધ થઈ ગયું તેમજ ઘણા લોકોનો ધંધા વેપાર બંધ થઈ ગયા હોવાથી લોકોને આર્થિક તકલીફો વધી ગઈ હતી.

 બે ટ્રાન્ઝેન્ડરે આત્મહત્યા કર્યાનો ખુલાસો 

રાજ્યમાં આત્મહત્યા કરનાર લોકોમાં પરિણીત સ્ત્રી-પુરૂષોનું પ્રમાણ વધુ હોવાનું જોવા મળ્યું છે. જેની સામે અપરિણીત, સિંગલ, વિધવા, વિધૂર, ડિવોર્સી લોકોમાં આ પ્રમાણ ઓછું જોવા મળ્યું જેમાં 4005 પુરૂષો અને 1756 મહિલાઓનો સમાવેશ થાય છે. બીજા નંબરે અપરિણીત સ્ત્રી-પુરૂષોમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. જેમાં લગ્ન ના થયા હોય તેવા 1296 પુરૂષો, 701 મહિલા અને બે ટ્રાન્ઝેન્ડરે આત્મહત્યા કર્યાનો ખુલાસો થયો છે.

આર્થિક સધ્ધરતા પણ વ્યક્તિના જીવનમાં મહત્વનો રોલ

આર્થિક સધ્ધરતા પણ વ્યક્તિના જીવનમાં અસર કરતી હોવાનું આત્મહત્યાના આંકડા પરથી સ્પષ્ટ થયું છે. રાજયમાં 2020માં કુલ 8050 લોકોએ આત્મહત્યા કરી જેમાંથી એક લાખથી ઓછી સંપતીવાળા 3529 પુરૂષો અને 1975 મહિલાઓનો સમાવેશ થાય છે. આમ, કુલ આત્મહત્યા કરનાર લોકોમાંથી 68 ટકા લોકો એવા હતા કે જેમની મિલકત એક લાખ કરતા પણ ઓછી હતી.  આવા કુલ 5506 લોકોમાં 3529 પુરૂષ, 1975 મહિલા અને 2 ટ્રાન્ઝેન્ડરનો સમાવેશ થાય છે.  જ્યારે કુલ આત્મહત્યાના આંકડામાં દસ લાખથી વધુની મિલકત ધરાવતાં એક જ વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આમ, આર્થિક સધ્ધરતા પણ વ્યક્તિના જીવનમાં મહત્વનો રોલ ભજવતી હોવાનું આંકડા પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો