A Single Duck Bravely Fought With A Group Of Cow
  • Home
  • Featured
  • ‘ભયથી મોટો કોઈ ભ્રમ નથી’ – એકલા બતકે ગાયનાં ટોળાને છોડાવી દીધો પરસેવો

‘ભયથી મોટો કોઈ ભ્રમ નથી’ – એકલા બતકે ગાયનાં ટોળાને છોડાવી દીધો પરસેવો

 | 11:43 am IST

સોશિયલ મીડિયા પર વાઇલ્ડલાઇફનાં વિડીયો ઘણા જ પસંદ કરવામાં આવે છે. તમે સિંહનો શિકાર અને હાથીનાં ફની વિડીયો ઘણીવાર જોયા હશે, પરંતુ આ વખતે એક બતક અને ગાયની વચ્ચે ફની લડાઈનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેને જોઇને તમે પણ હસી-હસીને લોથપોથ થઈ જશે. એકલા બતકે ગાયનાં ટોળા સામે બાથ ભરી લીધી. એક ગાય તેના પર એટેક કરવા આવી તો બતકે ચાંચ મારીને તેને પાછી ધકેલી દીધી.

આ વિડીયોને આઈપીએસ ઑફિસર દીપાંશુ કાબરાએ ટ્વિટર પર શેર કર્યો છે. વિડીયોમાં જોઇ શકાય છે કે ખાલી મેદાનમાં એક બતક ઉભું છે અને પાસે ગાયનું ટોળું ઉભું છે. એક ગાય નજીક આવે છે તો તે ડરીને ભાગવાની જગ્યાએ ત્યાં ઉભા રહીને સામનો કરે છે. જેવી ગાય પાસે આવે છે તો ચાંચ મારીને તેને પાછળ ધકેલી દે છે. ત્યારબાદ બીજી ગાય હુમલો કરવા માટે પાસે આવે છે ત્યારે તે ફરી ચાંચ મારે છે. આ વિડીયો 3 વર્ષ જુનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દિપાંશુ કાબરાએ વિડીયો શેર કરતા લખ્યું છે ‘ભય સે બડા કોઈ ભ્રમ નહીં હૈ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન