A special cell of Delhi Police arrested six people, including two Pakistanis
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દિલ્હીમાં પાકિસ્તાનના કાવતરાનો પર્દાફાશ, હથિયારો સાથે 6 આતંકવાદીની ધરપકડ

દિલ્હીમાં પાકિસ્તાનના કાવતરાનો પર્દાફાશ, હથિયારો સાથે 6 આતંકવાદીની ધરપકડ

 | 6:35 pm IST
  • Share

દિલ્હી ખાતે તપાસ એજન્સીઓએ એક મોટા આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાનના દોરી સંચાર દ્વારા આ આંતકીઓ કામ કરી હતા. આ મામસે તપાસ એજન્સીઓએ 2 પાકિસ્તાની નાગરિક સહિત 6 લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા પાકિસ્તાની ભારતમાં આ આતંકી મોડ્યૂલને ઓપરેટ કરી રહ્યા હતા. તેમની ધરપકડ બાદ પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં પાકિસ્તાનના મોટા કાવતરાનો ખુલાસો કરતા એજન્સીઓએ 2 પાકિસ્તાની નાગરિક સહિત 6 લોકોની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધરપકડ કરવામાં આવેલા લોકોને પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી.

આ આતંકી મોડ્યૂલનો ખૂલાસો કરવા માટે એજન્સીએ ઉત્તર પ્રદેશ,મહારાષ્ટ્ર અન દિલ્હીમાં રેડ કરીને કુલ 6 લોકોની ધરપકડ કરી હતી. એજન્સીએ દાવો કર્યો છે કે આ ઝડપાયેલા સંદિગ્ધ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે. આ આતંકીઓની પૂછપરછ બાદ અનેક મોટા ખૂલાસા થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન