A special drive will be held today to vaccinate businessmen
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • આજે ધંધાર્થીઓને રસી આપવા માટે સ્પેશિયલ ડ્રાઈવ યોજાશે

આજે ધંધાર્થીઓને રસી આપવા માટે સ્પેશિયલ ડ્રાઈવ યોજાશે

 | 7:50 am IST
  • Share

આવતીકાલે રવિવારે સમગ્ર રાજ્યમાં ધંધાર્થીઓને કોરોનાની રસી આપવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું છે. સામાન્ય રીતે આમ જનતા માટે રવિવારે રસીકરણ બંધ રાખવામાં આવે છે. પરંતુ દરેક ધંધાર્થીએ ૩૧ જુલાઈ સુધીમાં રસી લઈ લેવી ફરજિયાત હોવાથી તેમના માટે આ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવી પહોંચે તે પહેલા પૂર્વ તૈયારીના ભાગરુપે મહત્તમ રસીકરણ થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને સુપર સ્પ્રેડર કેટેગરીમાં આવતાં નાના-મોટા ધંધાર્થીઓ અને વેપારીઓનું જો રસીકરણ થઈ જાય તો કોરોનાને વધુ ફેલાતો અટકાવી શકાય તેવું તંત્રનું માનવું છે. આથી સરકારે એવો આદેશ કર્યો છે કે ૩૧ જુલાઈ સુધીમાં તમામ ધંધાર્થીઓએ કોરોનાની રસી લઈ લેવાની રહેશે.

બીજી બાજુ રસીનો પુરતો જથ્થો આવતો ન હોવાના કારણે ધંધાર્થીઓને સરળતાથી રસી મળતી નહોતી. આ મુશ્કેલી સરકારના ધ્યાને આવતાં આવતીકાલ તા.રપ અને રવિવારે સમગ્ર રાજ્યમાં નાના-મોટા તમામ ધંધાર્થીઓ માટે સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઈવ ગોઠવવામાં આવી છે.આવતીકાલે સરકારના જે-જે રસીકેન્દ્રો છે તે ચાલુ રાખવામાં આવશે. પરંતુ ત્યાં માત્ર ધંધાર્થીઓ અને વેપારીઓને જ રસી આપવામાં આવશે. આ માટે આરોગ્ય વિભાગે સમગ્ર આયોજન અને તૈયારીઓ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ તમામ ધંધાર્થીઓને રસી આપવા માટે નક્કી કરાયેલી સમયમર્યાદા છેલ્લા એક માસમાં બે વખત વધારવામાં આવી હતી.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન