A student was beaten by a teacher at a school in Hooghly district of West Bengal
  • Home
  • India
  • 20 મહિના પછી શાળાએ આવેલા વિદ્યાર્થીને શિક્ષકે ઓપરેશન થિયેટરમાં પહોંચાડી દીધો

20 મહિના પછી શાળાએ આવેલા વિદ્યાર્થીને શિક્ષકે ઓપરેશન થિયેટરમાં પહોંચાડી દીધો

 | 6:51 pm IST
  • Share

  • શાળાએ આવેલા વિદ્યાર્થીની ખુશી શિક્ષકથી સહન ના થઇ
  • શિક્ષકે વિદ્યાર્થીને સણસણતા લાફા માર્યા
  • વિદ્યાર્થીને કાનના ભાગે સર્જરી કરાવવી પડશે: ડોક્ટર

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાથી એક એવી ચોંકાવનારી ખબર સામે છે કે તમે પણ પોતાના બાળકોને લાંબા સમય બાદ ફરીથી શાળાએ મોકલતા પહેલા વિચારમાં પડી જશો. હુગલી જિલ્લાના ઉત્તરપાડાના અમરેન્દ્ર વિદ્યાપીઠમાં શિક્ષકને વિદ્યાર્થીની ખુશી સહન ન થઇ તો તેમણે તે વિદ્યાર્થીને થપ્પડ મારી દીધો. રિપોર્ટ અનુસાર, 10માં ધોરણનો એક વિદ્યાર્થી 20 મહિના બાદ શાળા ખુલવાની ખુશી વ્યક્ત કરી રહ્યો હતો. ત્યારે જ વિદ્યાર્થી પાસેથી પસાર થઇ રહેલા શિક્ષકે તેને જોરદાર થપ્પડ મારી દીધો. ખરેખમાં આ શિક્ષક આચાર્ય પાસે ફરિયાદ કરીને પરત આવી રહ્યા હતા અને ખુબ જ ગુસ્સામાં હતા. અને તેને પોતાનો તમામ ગુસ્સો 10માં ધોરણના આ વિદ્યાર્થી પર ઉતારી દીધો.

શિક્ષક પાસે સણસણતો તમાચો ખાધા પછી થોડા સમય માટે તે વિદ્યાર્થી ડરી ગયોય જ્યારે તે ઘરે પહોંચ્યો તો તેણે માતા-પિતાને જણાવ્યું કે તેને કાનની નીચે ખુબ જ વધુ દુખાવો થઇ રહ્યો છે. બાળકની વાત સાંભળીને માતા-પિતા તેને ડોક્ટર પાસે લઇ ગયા. જોકે ડોક્ટરે બાળકને 6થી 8 અઠવાડિયા માટે દેખરેખમાં રાખવાની સલાહ આપી હતી. જેના પછી તેના કાનની સર્જરી કરવાની પણ જરૂર પડી શકે છે. આ મામલા બાદ પીડિત વિદ્યાર્થીના માતા-પિતાએ ઉત્તરપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શું છે આખો મામલો?

મીડિયા રિપોર્ટ અનુસાર, શિક્ષકે 10માં ધોરણના આ વિદ્યાર્થીને એક વખત નહીં પણ બે સણસણતા તમાચા માર્યા હતા. પ્રથમવાર તમાચો માર્યા બાદ પીડિત વિદ્યાર્થી જ્યારે શાળાના આચાર્ય પાસે ફરિયાદ કરી બહાર આવી રહ્યો હતો ત્યારે પણ શિક્ષકે વિદ્યાર્થીને કાનના ભાગે તમાચો માર્યો હતો. જેના પછી વિદ્યાર્થીને કાનના ભાગે ખુબ જ દુખાવો થવા લાગ્યો હતો.

ત્યાં જ આ આખા મામલાને લઇ શિક્ષકનું કહેવું છે કે, વિદ્યાર્થીને મારવાનો તેમનો કોઇ ઇરાદો નહોતો અને ન તો તે વિદ્યાર્થી સાથે તેમની કોઇ દુશ્મની છે. તેમને માત્ર અનુશાસનનું પાલન કરવા માટે તેને કહ્યું હતું અને આ દરમિયાન મારતા સમયે બની શકે કે તેમનો હાથ તેના કાન નીચે લાગી ગયો હોય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો