A teacher from Junagadh is teaching poor children living in slums
  • Home
  • Gujarat
  • ફિલ્મ જોઈ બીજા કાનેથી કાઢી ન નાખો, આ શિક્ષક જે કરી રહ્યા છે તેને જોઇ તમારી છાતી ફૂલી જશે

ફિલ્મ જોઈ બીજા કાનેથી કાઢી ન નાખો, આ શિક્ષક જે કરી રહ્યા છે તેને જોઇ તમારી છાતી ફૂલી જશે

 | 3:03 pm IST

ઉપર આભ અને નીચે ધરતી બંને એક સમાન છે તેવા ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો માટે જુનાગઢના એક શિક્ષક આગળ આવ્યા છે અને આવા બાળકોને પૂરતું શિક્ષણ મળી રહે અને આ બાળકો આગળ આવી પ્રગતિ કરે તે માટે તેઓને અભ્યાસ કરાવે છે.

કેટલાક બાળકોને જેને બે વખતનું જમવાનું પણ નસીબ ઓછું થાય છે. આવ ગરીબ બાળકો ને સરકારી શાળાઓમાં નામ તો લખાવી દીધા છે પરંતુ સ્કૂલમાં ન સમજાય તો ટ્યુશન માટેના માતા-પિતા પાસે પૈસા નથી. ત્યારે જુનાગઢ ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક તરીકેની નોકરી કરતાં સુરેશભાઇ મોણપરા આગળ આવ્યા છે. ખાસ કેબીસીમાં આવેલ કર્મવીર એપિસોડમાંથી તેમણે પ્રેરણા મળી અને બસ આવા ગરીબ અને ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને દરરોજ અભ્યાસ કરાવે છે અને તેમને જે સ્કૂલમાં ન સમજાયું હોય તેણે સમજાવી દે છે.

શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોની શોધ કરી અને તેમને વધારાના અભ્યાસ માટે તેના માતા-પિતાને મનાવ્યાં અને ખુલ્લા આકાશ નીચે બેસાડી વૃક્ષ ઉપર બોર્ડ લગાવી બાળકોને ભણાવવાની શરૂઆત કરી અને એક વર્ષ સુધીનો તમામ ખર્ચ પોતે ભોગવ્યા બાદ તેમની આ અનોખી પ્રવૃતિને જોઈને ગણા દાતાઓ આગળ આવ્યા છે. અને ગરીબ બાળકો માટે પુસ્તકો અને રોજ નાસ્તો મળે તેવી વ્યવસ્થા કરી આપી છે. બાળકોને પણ અહીં ભણવામાં ખૂબ જ મજા આવે છે અને હોંશે હોંશે અભ્યાસ કરી રહ્યા છે.

જ્યારે સુરેશભાઇએ આ તેમની સેવાકીય કાર્યની શરૂઆત કરી ખલીલપુર આવેલ ઝુંપડપટ્ટીથી ત્યાં 25 બાળકો અભ્યાસ કરવા આવતા હતા. તેમની આ પ્રવૃતિને જોઈ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સુરેશભાઇ મોણપરાની સાથે આવ્યા અને ખલીલપુર રોડ ઉપરનું યુનિટ તે લોકોએ સાંભળી લીધું. ત્યાંના 25 બાળકોને ભણાવી રહ્યા રહ્યા છે. તો સુરેશભાઇ હવે જાજરડા રોડ ઉપર આવેલ ઝુંપડપટ્ટીના 32 બાળકોને પાયાનું જ્ઞાન આપી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ : અરવલ્લીમાં ધો.9ની વિદ્યાર્થીને શિક્ષકે માર્યો માર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન