A teacher of a school in Girgarhda committed suicide on Teacher's Day
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અધિકારીઓ દ્વારા ત્રાસ અપાતા પ્રિન્સિપાલે શિક્ષકે દિને જ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો

અધિકારીઓ દ્વારા ત્રાસ અપાતા પ્રિન્સિપાલે શિક્ષકે દિને જ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો

 | 3:59 pm IST
  • Share

ભારતના બીજા રાષ્ટ્રપતિ બનવાનું બહુમાન ધરાવતા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો આજે જન્મદિવસ છે, 5 સપ્ટેમ્બરનો દિવસ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે શિક્ષક દેશ અને રાજ્યમાં તેમની સમાજસેવા અને કામના લીધે તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. પરંતુ આજે શિક્ષક દિવસે જ ગિર ગઢડાના થોરડી ગામથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ગિર ગઢડાના થોરડી ગામે શિક્ષક દિવસે જ શિક્ષકે આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.

ગીર ગઢડાના હરમાડીયા ગામે રહેતા અને થોરડી ગામે પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ઘનસીયામ ભાઈ ગોવિંદભાઇ અમરેલીયાએ આજે પોતાની જ પ્રાથમિક શાળાની ઓફીસમા પંખા પર લટકી આપઘાત કર્યો છે. જેની જાણ થતા ગામ લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી પ્રિરિન્સીપાલની લાશને ઉતારી ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડાય હતી.

મૃતક પ્રિન્સિપાલ સુસાઇડ કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. એટલું જ નહિં પોતાની દીકરીને મોબાઈલમાં મેસેજ પણ કર્યો હતો. મૃતકે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે tpo ગોસ્વામી કેળવણી નિરીક્ષક રાઠોડ ભાઈ સહિત કુલ 4 વ્યક્તિઓ પૈસા પડાવવા વારંવાર હેરાન કરતા હતા. મૃતક પ્રિન્સિપાલને અધિકારીઓએ ધમકી આપી હતી કે, 25 લાખ આપ નહિંતર તું દારૂ પીવે છે તેની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરીશું.

જોકે 25 લાખ રૂપિયા આપી દીધા બાદ પણ ભ્રષ્ટ અધિકારીઓ એટલેથી અટક્યા ન હતા અને અન્ય શિક્ષકે 4 લાખ અને બીજા એક જામવાળા પે સેન્ટર શાળાના પ્રિન્સિપાલ પણ પૈસા માંગ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. મૃતકની દીકરીના જણાવ્યા મુજબ છેલા 20 દિવસથી તેના પિતા પરેશાન હતા. ગીર ગઢડા પોલીસે મૃતક પ્રિન્સિપલની ડેથ બોડીને પીએમમાં ખસેડી સુસાઇડ નોટ કબજે કરી તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો