A temple of 500 years ago in the Wadhwan of Surendranagar
  • Home
  • Featured
  • સુરેન્દ્રનગરના વઢવાણમાં 500 વર્ષ પહેલાનું મંદિર, 20 જમીન ફાડીને કષ્ટભંજનની મૂર્તિ થઇ હતી સ્વયંભૂ પ્રગટ

સુરેન્દ્રનગરના વઢવાણમાં 500 વર્ષ પહેલાનું મંદિર, 20 જમીન ફાડીને કષ્ટભંજનની મૂર્તિ થઇ હતી સ્વયંભૂ પ્રગટ

 | 9:07 am IST

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકમાં આવેલ છે કાનેટી હનુમાનનું પૌરાણિક ધામ..જે સુરેન્દ્રનગર સૌથી જુનુ અને ઐતિહાસિક હનુમાજીનું ધામ છે..એક માન્યતા પ્રમાણે આશરે 500 વર્ષ પૂર્વે 20 ફુટ જમીન ફાડીને કષ્ટભંજનની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. ત્યારથી જ આ સ્થાને હનુમાનજીની આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.આ પવિત્ર જગ્યા 3 એકર કરતા પણ વધુ જગ્યામાં ફેલાયેલી છે. દર શનિવારે ભક્તો ઘોડાપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે ઉમટી પડે છે..આ મંદિરમાં એક કુવો પણ આવેલ છે જે રાજાશાહી વખતનો હોવાની છે માન્યતા.

કહેવાય છે કષ્ટભંજન સૌ કોઈના કષ્ટો હરી લે છે બસ જરુર છે સાચી શ્રદ્ધાથી ભક્તિની. આ ધામ પર ભકતો પગપાળા પણ આવે છે અને હનુમાનદાદા સમક્ષ નતમસ્તક થાય છે..આ પવિત્ર ધામમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયા હોવાથી ભક્તો આ ધામ પર અપાર આસ્થા રાખે છે..આ ધામના પરિસરમાં એક ગૌશાળા આવેલી છે જેમાંથી મળતુ ગાયનું દૂધ અને છાશ ગરીબોને મફતમાં આપવામાં આવે છે..સાથે જ કેન્સરવાળા અને ડીલવરી વાળા દર્દીઓ ને વીના મુલ્યે ઘી નુ વીતરણ કરવામાં આવે છે, જેથી એવુ કહી શકાય કે આ ધામમાં માત્ર ધાર્મિક પવૃતિઓ જ નહીં પરંતુ સામાજીક પવૃતિઓ પણ કરવામાં આવે છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન