કેમરુનની મહિલા ક્રિકેટર મેએવા ડોઉમાએ એક કે બે નહીં, ચાર બેટ્સવુમનને માંકડિંગ દ્વારા રનઆઉટ કરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • કેમરુનની મહિલા ક્રિકેટર મેએવા ડોઉમાએ એક કે બે નહીં, ચાર બેટ્સવુમનને માંકડિંગ દ્વારા રનઆઉટ કરી

કેમરુનની મહિલા ક્રિકેટર મેએવા ડોઉમાએ એક કે બે નહીં, ચાર બેટ્સવુમનને માંકડિંગ દ્વારા રનઆઉટ કરી

 | 2:00 am IST
  • Share

યુગાન્ડા અને કેમરુન વચ્ચે રમાયેલી આઇસીસી વિમેન્સ વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ આફ્રિકન ઝોન ક્વોલિફાયર મુકાબલામાં એક રોમાંચક ઘટના બની હતી જેનું કોઈ ટીમ પુનરાવર્તન કરવા માગશે નહીં. આ મેચની વિજેતા યુગાન્ડા ટીમની એક કે બે નહીં પરંતુ ચાર બેટ્સવુમન માંકડિંગ દ્વારા રનઆઉટ થઈ હતી. આ તમામને એક જ બોલ કેમરુનની મેએવા ડોઉમાએ રનઆઉટ કરી હતી. જોકે તે પોતાની ટીમને વિજય અપાવી શકી નહોતી.

ડોઉમાએ કેવિન એવિનોને (૩૪) ૧૬મી ઓવરના ત્રીજા બોલે અને છેલ્લા બોલે રિતો મુસામલીને (૫૯) માંકડિંગ કરીને પેવેલિયન પરત મોકલી હતી. ત્યારબાદ આૃર્ય પમાડે તેવી બાબત એ હતી કે ડોઉમાએ માંકડિંગ દ્વારા ઇમેક્યૂલેટ નકિસુવીને (૨૧) તથા જેનેટ મબાબઝીને (૫) રનઆઉટ કરી હતી. યુગાન્ડાની ખેલાડીઓ બોલ ફેંકતા પહેલાં ક્રિઝની બહાર આવવાની સતત ભૂલ કરતી હતી. સોશિયલ મીડિયામાં આ ચર્ચાનો વિષય બન્યો છે. યુગાન્ડાએ નિર્ધારિત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૯૦ રન બનાવ્યા હતા. જેમાં ૩૫ રન એક્સ્ટ્રાના સ્વરૃપે હતા. તેના જવાબમાં કેમરુનની પૂરી ટીમ ૧૪.૩ ઓવરમાં માત્ર ૩૫ રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. તેની સાત ખેલાડી ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ હતી. સિસાકોએ સર્વાધિક ૧૭ રન બનાવ્યા હતા. નોંધનીય છે કે, ૨૦૧૯ની આઇપીએલ દરમિયાન કિંગ્સ ઇલેવન પંજાબના આર. અશ્વિને રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને માંકડિંગ દ્વારા રનઆઉટ કરીને વિવાદ સર્જ્યો હતો.

ક્રિકેટમાં માંકડિંગ શું છે

નોન-સ્ટ્રાઇકર બોલ દ્વારા બોલ ફેંકવામાં આવે તે પહેલાં તેની સાઇડના બેટ્સમેનને રનઆઉટ કરવામાં આવે છે. જ્યારે બોલરને એવું લાગે છે કે નોન-સ્ટ્રાઇકર બોલ નાખ્યા પહેલાં ક્રિઝની ઘણો બહાર નીકળી ગયો છે તો તે બેઇલ્સને ઉડાવીને રનઆઉટ કરી શકે છે. આ ઘટનાને માંકડિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટનામાં બોલને સ્કોરબુકમાં લખવામાં આવતો નથી પરંતુ વિકેટ પડે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન