A Train Of Indian Railway Went To Odisha Instead Of UP
  • Home
  • Corona live
  • લો બોલો! મુંબઈથી UP જવા નીકળેલી ટ્રેન પહોંચી ગઈ ઓરિસ્સા, 8 રાજ્યોનું લગાવ્યું ચક્કર

લો બોલો! મુંબઈથી UP જવા નીકળેલી ટ્રેન પહોંચી ગઈ ઓરિસ્સા, 8 રાજ્યોનું લગાવ્યું ચક્કર

 | 3:57 pm IST

લૉકડાઉનનાં કારણે દેશમાં જ્યાં-ત્યાં ફસાયેલા પ્રવાસી મજૂરોને પોતાના ઘર સુધી પહોંચાડવા માટે શ્રમિક સ્પેશલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, પરંતુ મુંબઈથી રવાના થયેલી વસઈ રોડ-ગોરખપુર શ્રમિક સ્પેશલ ટ્રેનમાં સફર કરી રહેલા યાત્રીઓને પોતાનાઓ પાસે પહોંચવા માટેનો ઇંતઝાર વધી ગયો. 21 મેનાં મુંબઈથી ગોરખપુર માટે રવાના થયેલી આ ટ્રેને શૉર્ટેસ્ટ રૂટથી પસાર થવાનું હતુ, પરંતુ રેલેવેએ તેનો રૂટ બદલીને ઘણો લાંબો કરી દીધો અને આ ટ્રેન 8 રાજ્યોનું ચક્કર કાપીને ઓરિસ્સાનાં રાઉરકેલા પહોંચી ગઈ.

8 રાજ્યોનું ચક્કર લગાવ્યું

પશ્ચિમ રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું કે, 21 મેનાં રવાના થયેલી વસઈ રોડ-ગોરખપુર શ્રમિક સ્પેશલ ટ્રેનનાં રૂટમાં બદલાવ તરલામાં આવ્યો છે. આ ટ્રેને કલ્યાણ, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, નૈની, દીન દયાલ ઉપાધ્યાય જંક્શન થઇને ગોરખપુર પહોંચવાનું હતુ. આ આનો સૌથી ટૂંકો રસ્તો તો નથી, પરંતુ રેલવેએ જે નક્કી કર્યું તે પ્રમાણે ચાલશે. આ પ્રમાણે તેણે 3 રાજ્યોમાંથી પસાર થવાનું હતુ, પરંતુ હવે તેનો રૂટ બદલી દેવામાં આવ્યો છે. હવે આ ટ્રેનો પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવા માટે 8 રાજ્યોનું ચક્કર લગાવશે.

ભારે ટ્રાફિક હોવાનું કહીને બદલ્યો રૂટ

રેલવેનું કહેવું છે કે ઇટારસી-જબલપુર-પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગર રૂટ પર મોટી સંખ્યામાં શ્રમિક સ્પેશલ ટ્રેનોનાં ચાલવાના કારણે ભારે ટ્રાફિક છે. આ કારણે રેલવે બૉર્ડે પશ્ચિમ રેલવેનાં વસઈ રોડ, સૂરત, વલસાડ, અંકલેશ્વર, કોંકણ રેલવે અને સેન્ટ્રલ રેલવેનાં કેટલાક સ્ટેશનોથી ચાલનારી ટ્રેનોને અત્યારે બિલાસપુર-ઝારસુગુડા-રાઉરકેલાનાં રસ્તે ચલાવવાનો નિર્ણય કર્યો છે.

રેલવે નથી સ્વીકારી રહ્યું પોતાની ભૂલ

8 રાજ્યોમાં ટ્રેન ચક્કર લગાવશે તેને લઇને અધિકારીઓ કંઇપણ કહેવા માટે તૈયાર નથી. જાણકારોનું કહેવું છે કે રેલવે પોતાની ભૂલ છુપાવવા માટે બહાના બનાવી રહ્યું છે. લૉકડાઉનનાં કારણે દેશમાં રેલ સેવા સ્થગિત છે. સામાન્ય દિવસે રોજ સરેરાશ 11000 ગાડીઓ દોડે છે, જ્યારે અત્યારે ફક્ત કેટલીક જ ટ્રેનો દોડે છે. આ કારણે કોઈપણ સ્ટેશન પર ભારે ટ્રાફિક પેદા થવાનો પ્રશ્ન જ નથી.

આ વિડીયો પણ જુઓ: રાજકોટના જેતપુર તાલુકામાં દીપડાએ ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો કર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન