અમદાવાદ આવતી ગો એર ફ્લાઈટમાં મુસાફર ઢળી પડ્યો - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ આવતી ગો એર ફ્લાઈટમાં મુસાફર ઢળી પડ્યો

અમદાવાદ આવતી ગો એર ફ્લાઈટમાં મુસાફર ઢળી પડ્યો

 | 3:58 pm IST

કોચીથી અમદાવાદ આવી રહેલી ગો-એર ફ્લાઈટમાં નિરવ પંચાલ નામનો પ્રવાસી બેભાન થઈને અચાનક ઢળી પડતાં, પાઈલોટને ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. દરમિયાન ફ્લાઈટમાં જ પ્રવાસ ખેડી રહેલા એક ડોકટરે તેને તાત્કાલિક સારવાર આપવી શરૂ કરતાં, તેની તબિયતમાં સુધારો થયો હતો. જોકે પાયલોટે એરપોર્ટ ઓથઓરિટીને જાણ કરતાં તરત જ મેડીકલ સ્ટાફ સાથે એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. દર્દીને ત્વરિત સારવાર ઉપલબ્ધ બનાવાઈ હતી.

કોચીથી અમદાવાદ આવી રહેલી ગો-એરની ફ્લાઈટ અમદાવાદથી અડધા કલાકના અંતરે હતી ત્યારે નિરવ પંચાલ નામનો મુસાફર પોતાની સીટ પર ઢળી પડ્યો હતો. પ્રથમ તબક્કે અન્ય મુસાફરોને લાગ્યું કે આ મુસાફરને હૃદય રોગનો હુમલો આવ્યો છે. તેમણે તાત્કાલીક એર હોસ્ટેસને જાણ કરતાં પાયલોટે નજીકના એરપોર્ટ સાથે સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું.આ દરમિયાન તે જ ફ્લાઈટમાં સફર કરતા ડોક્ટરે નિરવ પંચાલને તપાસતાં જાણ થઈ હતી કે પંચાલને હૃદય રોગનો હુમલો નહીં પરંતુ ખેંચ આવી છે. તેમણે તાત્કાલીક સારવાર શરૂ કરી હતી. પ્લેનમાં રહેલા ડોક્ટરે પંચાલ સ્વસ્થ થઈ રહ્યા હોવાની જાણકારી આપતા ઈમર્જન્સી લેન્ડીંગનો નિર્ણય પડતો મુકાયો હતો. આમછતાં પાયલોટે અમદાવાદ એરપોર્ટને જાણ કરી મેડીકલ સ્ટાફને રન-વે પર હાજર રહેવાની સૂચના આપી હતી. પ્લેન લેન્ડ થતાં મેડિકલ સ્ટાફ તરત જ આવી પહોંચ્યો હતો. પ્લેનમાંથી નિરવ પંચાલને વ્હીલ ચેર દ્વારા બહાર લઈ જઈ, તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.