ભુજમાં લાખના બે લાખ કરવાના નામે ચીટિંગ કરતી ત્રિપુટી ઝડપાઈ - Sandesh
  • Home
  • Bhuj
  • ભુજમાં લાખના બે લાખ કરવાના નામે ચીટિંગ કરતી ત્રિપુટી ઝડપાઈ

ભુજમાં લાખના બે લાખ કરવાના નામે ચીટિંગ કરતી ત્રિપુટી ઝડપાઈ

 | 2:00 am IST

નકલી નોટોમાં સારો ફાયદો છે અને ઓરીજનલ લાખની નોટો આપો અને સામે બે લાખની નકલી નોટો મળશે કહી કારસો રચનાર ત્રિપુટીને પોતાના રચેલા કારસામાં સફળ થાય તે પૂર્વે પોલીસે આબાદ ઝડપી લીધા હતા. કુકમાના જાગૃત નાગરિકે કરેલી ફરિયાદના અનુસંધાને સમગ્ર કૌભાંડનો ભાંડો ફુટયો હતો.

ભુજ તાલુકાના કુકમા ગામના દીપકગિરિ ગોવિંદગિરિ ગોસ્વામીએ સ્થાનિક ગુન્હા શોધક શાખાને સમગ્ર છેતરપિંડી અંગે કારસો રચાયો હોવાની વાત કરી હતી. ભુજના સ્ટેશન રોડ પર એક ગલીમાં છટકું ગોઠવી અલ્લાના ઈસાક સમા (રહે. શાંતિનગર, ભુજ, મૂળ ધોરાવર,ખાવડા) , સોએબ અબ્દુલ્લા સમેજા (રહે. ગાંધીનગરી, જામા મસ્જિદની બાજુમાં, ભુજ, મૂળ ભોજરડો, તા. ભુજ) તથા તૈયબ ઈબ્રાહીમ સમા (રહે. શેખપીર પારલે કંપની વાળા રસ્તા પર, સમાવાસ, ભુજ)ને ઝડપી પાડયા હતા. ત્રણે આરોપીઓ ફરિયાદ કરનાર દીપક ગોસ્વામી પાસેથી એક લાખ પડાવવા માટે કારસો રચ્યો હતો, જેમાં લોભામણી લાલચ આપી હતી કે, નકલી નોટોનો ધંધો સારો ચાલે છે. એક લાખને બદલે બે લાખ મળશે જે અંગે રૃપિયા પડાવવા માટે ગોઠવેલા કારસામાં પોલીસે ગોઠવેલી જાળમાં રોકડ રૃ. ૮,૮૭૦ તથા ૪ ફોન અને એક બાઈક સહિત કુલ રૃ. ૩૨,૩૭૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૨૦, ૫૧૧, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ એ ડિવિઝન પોલીસ મથકના સાહેબખાન અજિતખાન ઝાલોરીએ હાથધરી છે.

આમ શીશામાં ઉતારતી હતી ત્રિપુટી

આરોપી ત્રણ પૈકીનો તૈયબ ઈબ્રાહીમ સમા કુકમા ફરિયાદી દીપકની દુકાન પર તા.૩૧/૮/૨૦૧૮ના સવારે ૧૧ વાગ્યે આવી લોભ લાલચની વાત કરી જાસો આપીને દીપકને કહ્યું હતું કે, મારા મિત્રો નકલી નોટોનો ધંધો કરે છે. જે લાખના બદલે બે લાખ આપશે. દીપક વાતને સમજી જતા હા પાડીને અને તા. ૧/૯ના ખરાઈ કરવા સવારે ભુજ ખાતે બોલાવી નમૂનારૃપે રૃ. ૫૦૦ની નોટ આપી હતી, જે સાચી હતી પરંતુ બનાવટી છે તેવંુ કહેવામાં આવ્યંુ હતંુ જે અંગે એસપીને વાતની જાણ કરી અને છટકું ગોઠવવામાં આવ્યું, જેમાં ત્રિપુટી ઝડપાઈ ગઈ હતી.