A unique initiative of message Sandesh Press, my Senatorizer on newspapers
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • સંદેશ સમાચારપત્રની અનોખી પહેલ, સમાચારપત્રો પર સેનેટાઈઝરનો મારો, જુઓ વીડિયો

સંદેશ સમાચારપત્રની અનોખી પહેલ, સમાચારપત્રો પર સેનેટાઈઝરનો મારો, જુઓ વીડિયો

 | 7:44 pm IST

કોરોના વાઈરસને નાથવા માટે આખો દેશ  લોકડાઉન હેઠળ છે ત્યારે સરકારે એક મહત્વનો ખુલાસો કરતાં એવું જણાવ્યું કે અખબારો સલામત છે અને લોકોને કોરાના વાઈરસની સાચી અને અપડેટેડ માહિતી મળતી રહે તે માટે અખબારો પ્રસિદ્ધ થતા રહે તે અત્યંત જરૂરી છે. અખબારો દ્વારા લોકો મહત્વની માહિતી મેળવી શકે છે. જોકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની ગાઇડલાઇન્સ મુજબ અખબારો  અને પાર્સલના કાર્ડબોર્ડ પર કોરોના વાઇરસ જીવંત રહી શકતો  નથી અને તેથી અખબારો જેવી ચીજોને સ્પર્શ કરવું સુરક્ષિત છે.

તેમાં પણ સંદેશ દ્વારા સમાચારપત્રોને લઈને ખુબ જ કાળજી રાખવામાં આવી રહી છે. સંદેશ ભવનમાં જ પ્રકાશીત થતા સમાચારપત્રો તો પ્રિંટિગ પ્રેસમાંથી જ સેનેટાઈઝર છાંટીને પહોંચાડવામાં આવે છે. સમાચારપત્રો છપાય તેના પર જ પુરતા પ્રમાણમાં સેનેટાઈઝરનો મારો ચલાવવામાં આવે છે. જેથી કરીને તેના પર કોરોના વાયરસ ફેલાવવાનો કોઈ ભય જ રહેતો નથી. બીજી રીતે કહીએ તો સંદેશ જેવા અગ્રણી અને જવાબદાર અખબાર દ્વારા કોરોનાને લઈને સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન