A video breaks of a notification breach in Surat, cutting a cape with a sword
  • Home
  • Gujarat
  • સુરતમાં ફરી એકવાર જાહેરનામાનો ભંગ, તલવારથી કેપ કાપતા હોવાનો વીડિયો વાયરલ

સુરતમાં ફરી એકવાર જાહેરનામાનો ભંગ, તલવારથી કેપ કાપતા હોવાનો વીડિયો વાયરલ

 | 9:55 pm IST

કવાસ ગામે જાહેરમાં તલવારથી કેક કાપવા સાથે બિયર ઉડાવી જન્મ દિનની ઉજવણી કરનારા બર્થ-ડે બોયની ઇચ્છાપોર પોલીસે ધરપકડ કરી હતી.

શહેરમાં જાહેરમાં બર્થ-ડેની ઉજવણીનો ફરીવાર એક વિડીયો વાયરલ થયો હતો. કેક પર સુનિલ નામ લખી જાહેરમા તલવારથી કેક કાપવા સાથે ટોળામાં બિયર ઉડાવતો વિડીયો મંગળવારે સવારથી વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ વિડીયો ફરતા ફરતા ઇચ્છાપોર પોલીસ સુધી પહોંચ્યો હતો. જેને પગલે પોલીસે બર્થ-ડે બોયનો ઓળખી કાઢયો હતો. ત્યારબાદ પોલીસે બર્થ-ડે બોય સુનિલની ધરપકડ કરી હતી. સુનિલ સામે ટોળામાં બિયર ઉડાવનારા તેના મિત્રોની શોધખોળ શરૂ કરાઈ છે.

ઇચ્છાપોર પીઆઈ એચ. આર. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, સુનિલ સાથે ટોળામાં દેખાતા બીજા ચારથી પાંચ ઇસમોની શોધખોળ શરૂ કરાઈ છે. આ મામલે પોલીસે જાહેર નામાનો ભંગ અને પ્રોહીબીશનનો ગુન નોંધી કાર્યવાહી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન