viral video:A video of 7 lions roaming the city road in Junagadh went viral
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ધોધમાર વરસાદ વચ્ચે કુતરા-બિલાડાની જેમ એકસામટા આટલા સિંહો રસ્તા પર ભટકતાં હતા

VIDEO: ધોધમાર વરસાદ વચ્ચે કુતરા-બિલાડાની જેમ એકસામટા આટલા સિંહો રસ્તા પર ભટકતાં હતા

 | 1:34 pm IST

બે દિવસ પહેલાની આ વાત છે. જુનાગઢમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે જ સમયે સિટી રોડ પર સાત સિંહોનું ટોળું જોવા મળ્યું હતું. બધા સિંહો મળીને લટાર મારતા હોય એવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રસ્તા પરથી એક માણસ પસાર થતો હતો એણે આ રીતે સિંહોને ફરતા જોઈ વીડિયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વન રક્ષક અધિકારીનું કહેવું છે કે “સિંહો મોટાભાગે ગિરનાર વન્યપ્રાણી અભયારણ્યમાંથી બહાર આવે છે અને જૂનાગઢ સિટી અભયારણ્યની નજીક હોવાથી ગિરનાર તળેટી માર્ગ નજીકના રસ્તાઓ પર સિંહો અવાર નવાર ફરતાં જોવા મળે છે. તે અહીંની એક કુદરતી ઘટના છે. આ સિંહોનો કોરિડોર છે અને તે રાત્રિ દરમિયાન બહાર આવતા હોય છે અને પછી જંગલમાં પાછા ફરતા હોય છે.

2015માં હાથ ધરવામાં આવેલા એશિયાટીક સિંહોની છેલ્લી વસ્તી ગણતરી મુજબ, ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીર વન્યપ્રાણી અભયારણ્યમાં અને આસપાસ એમ બધું થઈને કુલ 523 સિંહો હતા. કુલ 523 સિંહોમાંથી, 33 ગિરનાર વન્યપ્રાણી અભયારણ્યમાં નોંધાયા છે. “ગિરનાર વન્યપ્રાણી અભયારણ્યમાં અને તેની આસપાસ 35 થી 40 સિંહો છે, એવું પણ એક અધિકારીએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન