A video of a man brushing a hippopotamus' teeth has netizen discipline Video viral
  • Home
  • Featured
  • જીવના જોખમે આ માણસે હિપ્પોનું મોં ખોલ્યું, બ્રશથી સાફ કર્યા તેના દાંત અને પછી…

જીવના જોખમે આ માણસે હિપ્પોનું મોં ખોલ્યું, બ્રશથી સાફ કર્યા તેના દાંત અને પછી…

 | 11:05 am IST

દાંતની સાફ-સફાઇ કરવી માનવીની જીંદગીનો મહત્વનો ભાગ છે. કોઇ માણસ ભલે અન્ય નાના-મોટા કામ ભૂલી જાય પણ દાંત સાફ કરવાનું નહીં ભૂલે, કારણકે બ્રશ ન કરવા પર મોંમાંથી દુર્ગંધ આવવા લાગે છે સાથે જ સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડે છે. લોકો દાંતની સફાઇ માટે દંત મંજન કે ટૂથ બ્રશનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે ઘણા જાનવરોના દાંતની પણ નિયમિત રીતે સફાઇ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જે જોઇને તમે ચોંકી જશો. આ વીડિયો એક હીપોપોટેમશ છે જેના દાંતની બ્રશથી સફાઇ કરવામાં આવી રહી છે.

આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે હીપોપોટેમસ આવે છે અને તેનું મોં ખોલી રાખે છે અને એક માણસ તેની પાસે બેસીને તેના દાંત સાફ કરી રહ્યા છે. આ માણસ પહેલા હાથથી સાફ કરે છે અને પછી બ્રશનો ઉપયોગ કરે છે. 50 સેકન્ડના આ વીડિયોમાં હીપો શાંતિથી બ્રશ કરાવે છે. તો આવો જોઇએ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન