A VIDEO OF AN ELEPHANT IS GOING VERY VIRAL ON SOCIAL MEDIA
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIRAL VIDEO : આ હાથીએ માનવતા બતાવતા કર્યું એવું કામ કે માણસને પોતાના પર શરમ આવી જાય

VIRAL VIDEO : આ હાથીએ માનવતા બતાવતા કર્યું એવું કામ કે માણસને પોતાના પર શરમ આવી જાય

 | 10:57 pm IST
  • Share

ઘણી વખત જાનવરો (Animals) પણ આપણને માનવતા શિખવી જાય છે. આપણે અવાર નવાર જાનવરો (Animals) પ્રત્યે ક્રુરતા બતાવીએ છીએ. જાનવર (Animal) હોવાનો હવાલો આપીને આપણે તેને સાંકળ સાથે બાંધીને રાખીએ છીએ. તો કેટલાક પ્રાણીઓના શિકાર કરીએ છીએ. પરંતુ સોશિયલ મીડિયા (Social Media) ઉપર પ્રાણીઓએ પોતાને માણસો કરતા સારા હોવાનો પૂરાવો આપી દીધો છે. સોશિયલ મીડિયા(Social Media) ઉપર એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. જેમાં એક હાથી (Elephant)ને સાંકળ વડે નજરે પડી રહ્યો છે. પરંતુ તે પ્રાણીએ જે કર્યું ત જોઈને દરેક લોકો હેરાન થઈ ગયા છે. એ હાથી રસ્તા પર ચાલ્યો જતો હતો ત્યારે રસ્તામાં એક મૃત હાલતમાં કુતરો હતો જેને જોઈને હાથીએ પોતાનો રસ્તો બદલી દીધો હતો. જેથી મૃત કુતરો તેના પગ નિચે ન દબાઈ જાય. જ્યારે તે રસ્તા પર જ ચાલી રહેલા લોકો અને ગાડીઓ ચલાવી રહેલા લોકોને કોઈ જ ફર્ક પડતો નથી. તે મરેલા પ્રાણીને નજર અંદાજ કરીને જઈ રહ્યા છે. હાલમાં આ હાથીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ  અને શેર કરી રહ્યા છે. જુઓ આ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન