A video of Kareena's Birthday Day viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘કોઈને નથી કહેવું’ કરતાં કરતાં કરીનાનાં બર્થ-ડેનો VIDEO આખા ગામમાં ફરતો થઈ ગયો!

‘કોઈને નથી કહેવું’ કરતાં કરતાં કરીનાનાં બર્થ-ડેનો VIDEO આખા ગામમાં ફરતો થઈ ગયો!

 | 11:19 am IST

આજે કરીના કપૂર ખાનનો જન્મ દિવસ છે અને તેના બર્થ ડે સેલિબ્રેશનનો વીડિયો બહાર આવ્યો છે. કરીનાએ પુરી ફેમેલિ સાથે તેનો જન્મ દિવસ ઉજવ્યો હતો. પટૌડી હાઉસમાં આ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આમ તો આ પાર્ટી પ્રાઈવેટ રાખવામાં આવી હતી પરંતુ છતાંય તેનો વીડિયો સામે આવી ગયો છે.

કરીનાના જન્મ દિવસની પણ કેટલીક તસવીરો બહાર આવી છે. કરિશ્મા કપૂર પણ આ સમયે ત્યા ઉપસ્થિત રહી હતી. તેણે પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી હતી.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં કરીના એક મોટી ચોકલેટ કેક કાપી રહી છે. આ વીડિયોમાં સેફ અલી ખાન કરીના પાછળ ઉભા ઉભા તાળીઓ પાડતાં જોવા મળી રહ્યા છે. તો એક તરફ દિલજીત દોસાંજનું ગીત તેરા હેપ્પી બર્થ ડે પણ વાગતું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કરીનાની આવનાર ફિલ્મમનાં દિલજીત દોસાંજ પણ જોવા મળવાનાં છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન