A village where all the people have been robbed since childhood!
  • Home
  • Featured
  • લો બોલો! એક ગામ એવું કે જ્યાંના તમામ લોકો બાળપણથી જ ચોરીના રવાડે!

લો બોલો! એક ગામ એવું કે જ્યાંના તમામ લોકો બાળપણથી જ ચોરીના રવાડે!

 | 9:40 pm IST

દિલ્હીના બાડા હિન્દુરાવ પોલીસ સ્ટાફે એક એવા ચોરને પકડયો છે, જે ફક્ત ખાનદાની ચોર જ ન હતો, પણ તેનું આખું ગામ જ ચોરીના વ્યવસાયમાં ગળાડૂબ છે અને તે પણ બાળપણથી બીજાને ચોરી કરતા જોઈ શીખ્યો હતો !

આરોપીએ પોલીસની પૂછતાછમાં એવો દાવો કર્યો અને જ્યારે ગામની સ્થાનિક પોલીસને જાણ કરી તો તેઓ પણ એ ગામના ચોરોથી પરેશાન હોવાની વાતનું સમર્થન કર્યું હતું.

આરોપી ચિન્ટુ બિહારનો રહીશ છે. તે ઔદ્યોગિક વિસ્તારમાં જઈને રેકી કરતો અને પછી લોખંડના એક ઉપકરણથી બાઇકોની ડિકીનું તાળું ખોલી દેતો. એ પણ દાવો કરે છે કે તે ચાલતી બાઇકની ડિકી પણ ખોલી તેમાંથી સામાન કાઢી લઈ શકે છે. પોલીસ તેના દાવાને ચકાસી રહી છે.

દિલ્હીની સીમાડે બિહારનું ગામ ચોરોનું

પોલીસે તેનો એક મતદાર ઓળખપત્ર મળ્યું હતું. તેણે નામ જણાવ્યું પણ સરનામું આપવામાં હિચકિચાહટ અનુભવતો હતો. સરનામું નહીં જણાવતા પોલીસનો શક પાક્કો થયો હતો. પોલીસના મતે તેનું ગામ હાઇવે સાથે જોડાયેલું છે. તે કહે છે કે તેના ગામના મોટાભાગના લોકો ચોરીના કામમાં સંકળાયેલા છે.

આ વીડિયો પણ જુઓ : ટ્રાફિક નિયમો સામે ગુજરાતીઓના અવનવા નાટકો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન