A wife lost her life to complete her husband's challenge
  • Home
  • Gujarat
  • પતિની ચેલેન્જ પૂર્ણ કરવા જતા પત્નીએ ગુમાવ્યો જીવ, જાણો શું છે મામલો

પતિની ચેલેન્જ પૂર્ણ કરવા જતા પત્નીએ ગુમાવ્યો જીવ, જાણો શું છે મામલો

 | 5:09 pm IST

ગોડાદરાના સુમન શ્રુતિ આવાસમાં જમવાના મુદ્દે દંપતી વચ્ચે ઝઘડો થયા બાદ ઉશ્કેરાઇને પતિએ ચેલેન્જ કરતા નાસીપાસ થયેલી પત્નીએ ફિનાઇલ પી લીધું હતું. પરિણીતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. લિંબાયત પોલીસે પતિ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ગોડાદરાના સુમન શ્રાુતિ આવાસમાં રહેતા લલિતાબેન ચંદ્રકાંત સોનવણે (30)એ ગત તા. 03.06.2019ના રોજ ઘરમાં ફિનાઇલ પી લેતા સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. લિંબાયત પોલીસે આ કેસમાં મૃતકના બહેન કૈલાસબેન ભાલેરાવની ફરિયાદના આધારે મૃતકના પતિ ચંદ્રકાંત સોનવણે સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘટનાના દિવસે લલિતાબેનના ભાઇ અને બહેન તેણીના ઘરે જમવા માટે ગયા હતા. આ દિવસે ચંદ્રકાંતનો મિત્ર પણ જમવા આવવાનો હતો. મિત્ર જમવા આવ્યા બાદ કોઇક કામ હોય બહાર ચાલ્યો ગયો હતો. જેથી ચંદ્રકાંતે મિત્ર આવે પછી જ બધાએ જમવું એવું કહેતા ઝઘડો થયો હતો. પત્ની લલિતાએ આ મુદ્દે પતિ ચંદ્રકાંત સાથે ઝઘડો કર્યો હતો. ચંદ્રકાંતે પત્નીને ઢોરમાર પણ માર્યો હતો. જેથી હતાશ થઇ તેણીએ બાથરૂમમાંથી ફિનાઇલની બોટલ લઇ પીવાની કોશિશ કરી હતી. જોકે, ભાઇ અને બહેને તેણીને બચાવી લીધી હતી. ત્યારબાદ ચંદ્રકાંતે ફરી ઝઘડો કરી પત્નીને * તારામાં હિંમત હોય તો ફિનાઇલ પી જા * એમ કહેતા જ આવેશમાં આવી લલિતાબેન ફિનાઇલ પી ગયા હતા અને બાદમાં તેમનું મોત થયું હતું. લિંબાયત પોલીસે ચંદ્રકાંત સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન