A Wife of Late Congress Leader May Contest From Mandya
  • Home
  • Election 2019
  • આ અભિનેત્રી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે, મુખ્યમંત્રીના પુત્રને ઝાટકો

આ અભિનેત્રી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે, મુખ્યમંત્રીના પુત્રને ઝાટકો

 | 7:24 pm IST

દક્ષિણ ભારતીય બહુભાષી અભિનેત્રી સુમાલતાએ સોમવારે માંડ્યાથી નિર્દલીય પ્રત્યાશી તરીકે લોકસભાની ચૂંટણી લડવાના પોતાના નિર્ણની જાહેરાત કરી છે. સમુલતા કર્ણાટક કોંગ્રેસના દિવંગત નેતા એમ.એચ.અંબરીશની વિધવા છે. આ મામલે મીડિયા સાથે કરેલી વાતચીતમાં તેણીએ આ વાતનો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે માંડ્યાના લોકોને અંબરીશ પ્રત્યે ખૂબજ નિષ્ઠા હતી.

આ સીવાય તેણી વધુમાં ઉમેરે છે કે તેણી અંબરીશના વિઝનને આગળ વધારવા માગે છે અને એટલા માટે જે તેણીએ નિર્વાચન શ્રેત્રથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઇએ કે કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નવેમ્બર 2018માં નિધન થયું હતું. તેમણે લોકસભામાં માંડ્યાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

સુમલતાએ સ્વીકાર્યું હતું કે તેણી આશા લઇને બેઠી હતી કે કોંગ્રેસ તેમને આ લોકસભાની સીટ પરથી મેદાન પર ઉતારે, પરંતુ એવું થયું નહીં કારણ કે કોંગ્રેસે તેમના સહયોગી જનતા દળ સેક્યુલરને આ સીટ આપી દીધી. સત્તારૂઢ સહયોગી વચ્ચે સીટને લઇને થયેલી સહમતિ મુજબ જનતા દળ આઠ સીટ પરથી ચૂંટણી લડશે, જેમાં માંડ્યાનો પણ સમાવેશ થાય છે, જ્યારે બાકીની 20 સીટ પરથી કોંગ્રેસ ચૂંટણી લડશે.

આ સીવાય જો વાત કરવામાં આવે માંડ્યાની તો જનતા દળ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામીના પુત્ર નિખિલ (29) માંડ્યાની સીટ પરથી પોતાની ઉમેદવારી નોંધાવશે. આ મામલે સુમાલતા જણાવે છે કે અંબરીશની વિધવા હોવાને લીધે માંડ્યાના લોકોની સેવા કરવી મારી ફરજ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન